Tuesday, 24, January, 2017

USના પ્રમુખ બરાક ઓબામાનો કાર્યકાળ પૂરો થતા જ મળી જોબની ઓફર, કામ જાણીને લાગશે નવાઈ

PUBLISHED: 03:01 PM, 11 Jan 2017 | UPDATED: 03:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/barack-obama-spotify-sources-getty-images-afp-and-facebook-671x377.jpg
અમેરિકાના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય પ્રેસિડેન્ટ બરાક ઓબામાને વ્હાઇટ હાઉસમાંથી ઓફિશયલ ફેરવેલ આપી દેવાયું છે. ત્યારે ઓબામાનો હવે પછીનો પ્લાન શું હશે? કઈ કંપનીએ કરી છે ઓબામાને સૌથી કૂલ જોબ ઓફર જૂઓ આ વિશેષ અહેવાલમાં. 

યુનાઇટેડ સ્ટેટ્સના અત્યાર સુધીની સૌથી કુલ પ્રેસિડેન્ટ બરાક આબોમાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે ઓબામાને જોબની ઓફર થવાની શરૂ થઈ ગઈ છે, ઓબામાને  સૌ પ્રથમ જોબ ઓફર કરનાર છે સ્વીડનની મ્યુઝિક સ્ટ્રિમિંગ કંપની સ્પોટિફાઇ. આ જોબમાં તેમનું કામ હશે ગીતોનું પ્લે-લિસ્ટ બનાવવું. કંપનીના સીઈઓ દી જોબે કંપનીની વેબસાઇટ પર વેકેન્સી વિશે જાહેરાત કરી છે.  

કંપનીએ પોતાની વેબસાઇટના કરિયર પેજ પર પ્રેસિડેન્ટ ઓફ પ્લેલિસ્ટના પદ માટે વેકેન્સી જાહેર કરી છે. આ વેકેન્સી ઓફરમાં મંગાયેલી તમામ યોગ્યતાઓ બરાક ઓબામાને સૂટ કરે છે. આટલું ઓછું હોય તેમ કંપનીના સીઈઓએ ટ્વીટર પર ઓબામાને ટ્વીટ કરીને આ સુપર કુલ ઓફર વિશે માહિતી આપી છે. ડેનિયલે લખ્યું છે, "સાંભળ્યું છે કે તમે અમારી કંપનીમાં કામ કરવા ઇચ્છો છો, તમે અમારી વેબસાઇટ પર આ લિંક જોઈ?" 
  
સ્પોટીફાઇ કંપનીને આ ગતકડું એમ જ નથી સૂઝ્યું, આ પૂર્વે યુએસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ઓબામાએ જ મજાક મજાકમાં કહ્યું હતું કે તેઓ સ્પોટિફાઇ દ્વારા જોબની ઓફરની રાહ જોઈ રહ્યા છે. ઓબામાએ કહ્યું કે, CALL IN "હું હવે સ્પોટિફાઇનમાં નોકરીની ઓફર માટે રાહ જોઈ રહ્યો છું." CALL OUT 

કંપનીએ જોબ ઓફર માટેની જાહેરાતમાં લખ્યું છે, જેમાં કોઈ દેશને ચલાવવા માટે ઓછામાં ઓછો આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તેમને શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળેલું હોવું જોઈએ. પ્રેસના કાર્યક્રમોમાં પ્લેલિસ્ટ વિશે જોશીલા અંદાજમાં બોલી શકે. સાથે જ તેઓ મહાન વક્તા હોવા જોઈએ.  

સ્પોટિફાઇ આંતરરાષ્ટ્રીય સ્વીડીશ કંપની છે, જે દુનિયાભરમાં તેની વેબ સિરિઝ દ્વારા મ્યુઝિક સ્ટ્રિમિંગનું કામ કરે છે. 2006માં શરૂ થયેલી આ કંપની 20 દેશોમાં 50થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં કામ કરે છે. ઓબામા 2015થી જ પોતાના મનગમતા ગીતો સ્પોટિફાઇ દ્વારા જ સેર કરતા હોય છે.  

Related News

 વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસ્તી પીવાના પાણી માટે મારશે વલખા- રિપોર્ટ

વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસ્તી પીવાના પાણી માટે મારશે વલખા- રિપોર્ટ

દર વર્ષે કરોડો લોકોનું મોત ફક્ત દૂષિત પાણી પીવાના કારણે થાય છે. ત્યારે એક નવા સંશોધન મુજબ 2050 સુધીમ

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા ટ્વીટર પર 50 લાખ ફોલોઅર્સ વધ્યાં

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા ટ્વીટર પર 50 લાખ ફોલોઅર્સ વધ્યાં

બરાક ઓબામાનું સવાર સુધી અમેરિકાના રાષ્ટ્રપતિનું અધિકારીક ટ્વીટર અકાઉન્ટ હતું, અને આ અકાઉન્ટ તેમણે...

ડોનાલ્ડ ટ્રમ્પનું શપથ બાદ પ્રથમ ભાષણ, અમેરિકાની વસ્તુ જ ખરીદો અને અમેરિકનને જ નોકરી રાખો

ડોનાલ્ડ ટ્રમ્પનું શપથ બાદ પ્રથમ ભાષણ, અમેરિકાની વસ્તુ જ ખરીદો અને અમેરિકનને જ નોકરી રાખો

તેઓએ કહ્યું કે આપણા માટે અમેરિકા પહેલા હશે અને ઈસ્લામિક ટેરરિઝમને સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશુ...


loading...