Thursday, 23, March, 2017

રાહુલના પ્રહારો,મોદીએ નોટબંધી કરી લોકોને યોગ કરાવ્યા, PMને નથી આવડતા પદ્ધમાસન

PUBLISHED: 03:01 PM, 11 Jan 2017 | UPDATED: 03:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/rahul-new1.jpg
નોટબંધી મુદ્દે નિશાન સાધતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં આયોજીત જન વેદના સંમેલનમાં પોતાની વેદના ઠાલવી હતી. સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ ક્હ્યું કે મોદીએ દેશને યોગ કરાવ્યા પરંતુ, પોતે પદ્ધમાસન પણ ન કરી શ~યા. તેમનો આ કટાક્ષ વાઇબ્રન્ટ પૂર્વે વહેલી સવારે યોગ છોડી માતાને મળવા પહોંચેલા પીએમની ટ્વીટ પર હતો.  

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના બિગૂલ ફૂંકાઈ ચૂક્યા છે. ત્યારે એક્શન મોડમાં આવેલા રાહુલ ગાંધી પીએમ મોદીને નિશાન બનાવવાનો એક પણ મોકો છોડવા માંગતા નથી. નવી દિલ્હીના તાલકટોરા ઇંડોર સ્ટેડિયમમાં જન વેદના સંમેલનને સંબોધતા નોટબંધી મુદ્દે વેદના ઠાલવતા તેમણે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે મોદીએ નોટબંધીથી દેશના લોકોને યોગાસન કરાવ્યા, પરંતુ તેમને પોતાને પદ્ધમાસન પણ નથી આવડતા. નોટબંધીને સરકારનો અપરિપક્વ નિર્ણય ગણાવતા તેમણે કહ્યું કે, સરકારે આરબીઆઈના સૂચનોની અવગણના કરીને દેશના અર્થતંત્ર  સાથે રમત રમી છે. 
 
નોટબંધી પર રાહુલની `વેદના' 
જન વેદના સંમેલનમાં રાહુલના પ્રહારો  
મોદીએ નોટબંધી કરી લોકોને યોગ કરાવ્યા  
PMને નથી આવડતા પદ્ધમાસન  

આ સાથે જ પીએમના મેક ઇન્ડિયા ક્રાયક્રમની ઠેકડી ઉડાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ઓટોમોબાઇલ સેક્ટર 60 ટકા નીચે જતું રહ્યું છે, વધુમાં તેમણે આરોપ મૂક્યો કે નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત મળીને દેશ ચલાવે છે. આ પ્રસંગે બાબા રામદેવની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે બાબા રામદેવ આ સરકારના સૌથી સારા આર્થશાસ્ત્રી છે, અને મોદી સરકાર તેમના સૂચનોને અનુસરી રહી છે.  

નોટબંધી પર રાહુલની `વેદના'  
મોદી અને ભાગવત મળીને દેશ ચલાવે છે  
બાબા રામદેવ સરકારના સૌથી સારા અર્થશાસ્ત્રી  

મહત્વનું છે કે નોટબંધીને મુખ્ય મુદ્દો બનાવવાના ઉદ્દેશ્યથી કોંગ્રેસે આ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો.   

Related News

ઉજ્જૈન બ્લાસ્ટ આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, PM મોદીની લખનઉ રેલીમાં બ્લાસ્ટ કર્યો હતો

ઉજ્જૈન બ્લાસ્ટ આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, PM મોદીની લખનઉ રેલીમાં બ્લાસ્ટ કર્યો હતો

11 ઓક્ટોબરે દશેહરાના દિવસે કર્યો હતો બ્લાસ્ટ, બ્લાસ્ટનો આવાજ રાવણ દહનના કારણે દબાઈ ગઈ હતી...

લંડનમાં સંસદભવનની બહાર આતંકી હુમલો, 5ના મોત, 40 ઘાયલ, PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

લંડનમાં સંસદભવનની બહાર આતંકી હુમલો, 5ના મોત, 40 ઘાયલ, PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

સુષમા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લંડનના હુમલાઓમાં કોઈ ભારતીય નાગરિક ભોગ બન્યા નથી...

VIDEO: અનોખો Nude ચોર CCTVમાં કેદ, રોજ ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસી મહિલાઓના સુકાઈ રહેલ અંડરગાર્મેન્ટ પહેરી જતો રહે છે

VIDEO: અનોખો Nude ચોર CCTVમાં કેદ, રોજ ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસી મહિલાઓના સુકાઈ રહેલ અંડરગાર્મેન્ટ પહેરી જતો રહે છે

સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યું છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક ન્યૂડ વ્યક્તિ રાતે હોસ્ટેલ.


loading...