Sunday, 26, February, 2017

BSNLએ લોન્ચ કર્યા નવા પ્લાન, માત્ર રૂ.6 અને 7ના રિચાર્જમાં મળશે ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા

PUBLISHED: 04:01 PM, 11 Jan 2017 | UPDATED: 04:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/07_09_2016-bsnl-tariff-plan.jpg
અન્ય ટેલીકોમ કંપનીઓ સાથે હરીફાઈમાં ટકી રહેવા માટે હવે સરકારી ટેલીકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ નવા વર્ષે 5 ધમાકેદાર ઓફર્સ રજૂ કરી છે. કંપનીએ 6 રૂપિયા, 7 રૂપિયા, 148 રૂપિયા, 175 રૂપિયા અને 339 રૂપિયામાં નવા પ્લાન લોન્ચ કર્યો છે. સાથે જ તેમાંથી 175 રૂપિયા અને 148 રૂપિયા પ્લાનને અપડેટ કરવામાં આવ્યા છે. BSNLએ આ પ્લાન્સ દ્વારા પોતાના યૂઝર્સને નવા વર્ષે મોટી ભેટ આપી છે.

BSNLના ગ્રાહકોને મળશે આ નવો પ્લાન
6 રૂ.નો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત ગ્રાહકે માત્ર 6 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. તેમાં 100 રૂપિયાનો ફ્રી ટોકટાઈમ મળશે. સાથે જ 300 એમબીનો ડેટા પણ ફ્રીમાં મળશે. આ પ્લાનમાં યૂઝરને પ્રતિ સેકન્ડ પ્રમાણે કોલ દર લાગશે.

7 રૂ.નો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત 7 રૂપિયાના રિચાર્જ પર 100 રૂપિયાનો ટોકટાઈમ અને 300 એમડી ડેટા મળશે. આ સુવિધા માત્ર નવા કનેક્શન પર જ મળશે. આ પ્લાનમાં યૂઝરને પ્રતિ મિનિટ પ્રમાણે કોલ દર લાગશે.

148 રૂ.નો પ્લાનઃ આ પ્લાન અંતર્ગત રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ કોલિંગ લોકલ અથવા અન્ય નેટવર્ક અને એસટીડી પર પણ લાગુ થશે. સાથે જ તેમાં 300 એમબી ફ્રી ડેટા પણ મળશે.

175 રૂ.નો પ્લાનઃ કંપનીએ આ પ્લાનને અપડેટ કર્યો છે. 175 રૂપિયાના પ્લાનની વેલિડિટી વધી ગઈ છે. તેમાં હવે વોયસ કોલની સાથે 300 એમબી ફ્રી ડેટા મળશે.

339 રૂ.નો પ્લાનઃ આ પ્લાનમાં અંતર્ગત યૂઝરને અનલિમિટેડ લોકલ/એસટીડીની સુવિધા આપવામાં આવશે. તેની સાથે જ 1 જીબી ફ્રી ડેટા પણ મળશે.

Related News

 LGએ લોન્ચ કર્યો દેશનો સૌપ્રથમ પેનિક બટન સાથેનો સ્માર્ટફોન K10 2017, માત્ર એક બટનથી મળશે પોલીસ-ફાયરની હેલ્પ

LGએ લોન્ચ કર્યો દેશનો સૌપ્રથમ પેનિક બટન સાથેનો સ્માર્ટફોન K10 2017, માત્ર એક બટનથી મળશે પોલીસ-ફાયરની હેલ્પ

મોબાઈલ કંપની LGએ દેશનો સૌ પ્રથમ પેનિક બટન સાથેનો સ્માર્ટફોન K10 2017 લોન્ચ કર્યો છે. આ પ્રસંગે કેન્દ

 વોટ્સએપના 8માં જન્મદિને આવ્યું નવું ફિચર, હવે સ્ટેટસમાં રાખી શકાશે ફોટો અને વીડિયો

વોટ્સએપના 8માં જન્મદિને આવ્યું નવું ફિચર, હવે સ્ટેટસમાં રાખી શકાશે ફોટો અને વીડિયો

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના સ્ટેટસ ઓપ્શનમાં નવું ફીચર એન્ડ્રોઈ માટે લોન્ચ કર્યું છે. તેના દ્

 Jioના આગમનથી ટેલિકોમ કંપનીઓમાં ફફડાટ, હવે એરટેલ ખરીદશે ટેલિનોર ઈન્ડિયાને

Jioના આગમનથી ટેલિકોમ કંપનીઓમાં ફફડાટ, હવે એરટેલ ખરીદશે ટેલિનોર ઈન્ડિયાને

ભારતની દિગ્ગજ ટેલિકોમ ઓપરેટર કંપની ભારતી એરટેલે JIOને ટક્કર આપવા માટે કમર કસી છે. કંપનીએ કહ્યું કે,


loading...