Friday, 31, March, 2017

VIDEO: યુવીએ ધોનીને પૂછ્યું, શું તું મારાથી વધારે સિક્સર મારીશ?, વીડિયો થયો વાઈરલ

PUBLISHED: 04:01 PM, 11 Jan 2017 | UPDATED: 04:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/466869-dhoni-yuvi.jpg
ઈંગ્લેન્ડ સામેની પહેલી પ્રેક્ટિસ મેચમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી વાર ભારત માટે કેપ્ટનશીપ કરી. વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા પછી દરેકે માહીના ખુબ વખાણ કર્યા. પરંતુ ધોનીના એક સમયના જીગરી દોસ્ત યુવરાજે આ નિર્ણય પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. જોકે આ વચ્ચે યુવીએ માહી સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. 

યુવરાજે ધોની સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં બંને વચ્ચેની મિત્રતા દેખીતી રીતે જ જોવા મળે છે. વીડિયોમાં યુવીએ કહ્યું કે, ધોની અત્યાર સુધીનો બેસ્ટ કેપ્ટન છે, તેના નેતૃત્વમાં રમવાની ખૂબ મજા આવી. યુવીએ વીડિયોમાં 6 સિક્સર મારવાની તક આપવા બદલ આભાર પણ માન્યો હતો. જોકે વીડિયોના અંતમાં યુવી ધોનીને પુછે છે કે હવે તમે કેપ્ટન નથી તો હવે મારાથી તું વધારે સિક્સર મારીશ? 

ધોની અને યુવરાજની મિત્રતાની ચર્ચા ભારતીય ટીમમાં ખૂબ થયા. છેલ્લી ઓવરોમાં આવીને ઝડપથી રન બનાવવાના હોય કે પછી મેચમાં પાર્ટનરશીપ કરવાની હોય. આ જોડીએ સમય-સમય પર આવીને ટીમને જીત અપાવી છે. 



Related News

ICCએ ભારતને આપ્યું 10 લાખ ડોલરનું ઈનામ

ICCએ ભારતને આપ્યું 10 લાખ ડોલરનું ઈનામ

1 એપ્રિલે રેન્કિંગમાં ટોચના સ્થાનો ધરાવતી ટીમોને ઈનામની રકમ અને ટ્રોફી એનાયત કરે છે...

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ક્રિકેટ શ્રેણી નહિં રમાય, સરકાર મંજૂરી ન આપે તેવી શક્યતા

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ક્રિકેટ શ્રેણી નહિં રમાય, સરકાર મંજૂરી ન આપે તેવી શક્યતા

ભારતીય ક્રિકેટ બોર્ડે પાસ્તાન સામે શ્રેણી રમવા માટે કથિત રીતે સરકારને પત્ર પાઠવ્યો...

સ્મિથે માફી માગી , `હું મારી લાગણી પર કાબુ રાખી ન શક્યો'

સ્મિથે માફી માગી , `હું મારી લાગણી પર કાબુ રાખી ન શક્યો'

ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ધર્મશાલા ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન મુરલી વિજયને અપશબ્દો કહ્યા હતા...


loading...