Wednesday, 24, May, 2017

કેન્દ્ર સરકાર આગામી બજેટ માટે સોશિયલ મીડિયા પર લેશે લોકોની સલાહ

PUBLISHED: 07:01 PM, 11 Jan 2017 | UPDATED: 07:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/0911.jpg
કેન્દ્ર સરકાર આગામી બજેટ માટે કોન બનેગા કરોડપતિ કાર્યક્રમની જેમ જનતા સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સલાહ લેશે. ટ્વીટર, ફેસબુક અને વેબસાઇટ પર સામાજિક ક્ષેત્રની યોજનાઓને પ્રોત્સાહન આપવા સવાલો પર ચાર વિકલ્પ આપવામાં આવશે અને આ ચાર વિકલ્પમાંથી કોઇ એક પર ક્લિક કરવું પડશે.

સરકાર યોજનાઓ પર પણ બજેટમાં વધારે ફાળવણી કરશે જેને ઓનલાઇન પ્લેટફોર્મ પર પસંદ કરવાની સંખ્યામાં સૌથી વધારે હોય. નાણા મંત્રાલય તરફથી સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે સોશિયલ મીડિયા પર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 

નાણા મંત્રાલયે એક ટ્વીટ કરીને ચાર સામાજિક યોજનાઓનો વિકલ્પ આપ્યો છે અને પૂછ્યું છે કે, કઇ યોજનાને આગામી બજેટમાં સૌથી વધારે મહત્વ આપવાની જરૂર છે. સૌની માટે ઘર, મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ અને સ્ટાર્ટ અપ ઇન્ડિયામાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.  


Related News

GSTમાં DTH, સિનેમા, કેબલ સેવા થશે સસ્તી, ચૂકવવો પડશે ઓછો ટેક્સ

GSTમાં DTH, સિનેમા, કેબલ સેવા થશે સસ્તી, ચૂકવવો પડશે ઓછો ટેક્સ

કેબલ ઉપરાંત સ્માર્ટફોન, મેડિકલ ઉપકરણ, આયુર્વેદિક અને હોમ્યોપથિક દવાઓ અને સિમેન્ટના ભાવ પણ ઘટશે...

ટેક્સટાઈલ અને ગારમેન્ટની નિકાસના ટાર્ગેટમાં સરકારે કર્યો ઘટાડો

ટેક્સટાઈલ અને ગારમેન્ટની નિકાસના ટાર્ગેટમાં સરકારે કર્યો ઘટાડો

નોટબંધીની અસર પણ ટેકસટાઈલ સેકટર પર જોવા મળી...

Paytmની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ

Paytmની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ

બેલન્સને લઈને કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. તેનો અર્થ એ થયો કે બેલેન્સ ઝીરો પણ હશે તો પણ કોઈ...


loading...