Sunday, 26, February, 2017

સહારા-બિરલા ડાયરી મામલે PM મોદીને મળી રાહત, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસે કરેલી તપાસની અરજી ફગાવી

PUBLISHED: 07:01 PM, 11 Jan 2017 | UPDATED: 07:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/supremecourt61-2.jpg-777771-2.jpg
સહારા-બિરલા ડાયરી મામલે તપાસ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ મામલામાં વડાપ્રધાનનું નામ લેવામાં આવ્યું હતું. આજે કોર્ટે અરજીકર્તા તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાઓને અપૂરતા ગણાવ્યા હતા.

જસ્ટીસ અરુણ મિશ્રા અને જસ્ટીસ અમિતાવ રાયની બેન્ચે કહ્યુ હતું કે, કેટલાક કાગળોના આધાર પર એફઆઇઆરનો આદેશ આપી શકાય નહીં. તેની પુષ્ટી કરતા અન્ય પુરાવાઓ જરૂરી છે. અરજીકર્તા કોમન કોઝના વકીલ પ્રશાંત ભૂષણે લગભગ 2 કલાક સુધી કોર્ટને સમજાવતા રહ્યા કે આ મામલે એફઆઇઆર દાખલ થવી જરૂરી છે. ભૂષણે કહ્યુ હતું કે, લોકો સુધી આ સંદેશો જવો જોઇએ કે કોઇ કેટલું પણ મોટું હોય કાયદાથી પર નથી.

જવાબમાં એર્ટોની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે કોઇ પણ રેડ દરમિયાન મળેલા કાગળો તે લોકોના વિરુદ્ધ એફઆઇઆરનો આધાર બની શકે નહીં જેના નામ તે કાગળમાં લખવામાં આવ્યા છે. જો એવું કરવામાં આવ્યું તો દેશમાં લાખો કેસ દાખલ થઇ જશે. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એ સત્ય છે કે કાયદાથી પર કોઇ નથી. અદાલત કોઇના પણ વિરુદ્ધમાં તપાસનો આદેશ આપી શકે છે પરંતુ આ માટે જરૂરી છે કે તેના વિરુદ્ધમાં યોગ્ય પુરાવાઓ હોય.

ઉલ્લેખનીય છે કે 2013 અને 2014માં બિરલા અને સહારા જૂથ પર પડેલી રેડ દરમિયાન આ દસ્તાવેજો મળ્યા હતા જેમાં વડાપ્રધાન મોદીને રૂપિયા આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

Related News

હરીશ રાવત સરકાર ફરી વિવાદમાં, જાહેરાત માટે પૂર ફંડમાં વિરાટ કોહલીને આપ્યા 47.17 લાખ

હરીશ રાવત સરકાર ફરી વિવાદમાં, જાહેરાત માટે પૂર ફંડમાં વિરાટ કોહલીને આપ્યા 47.17 લાખ

રાજ્ય સરકારે કોહલીને જાહેરાત પ્રચાર માટે આપ્યા 47.19 લાખ...

BMCની ચૂંટણીમાં કોઈને બહુમતી ન મળી, BJPને પાઠ ભણાવવા શિવસેના કરી શકે છે કોંગ્રેસ સાથે ગઠબંધન

BMCની ચૂંટણીમાં કોઈને બહુમતી ન મળી, BJPને પાઠ ભણાવવા શિવસેના કરી શકે છે કોંગ્રેસ સાથે ગઠબંધન

બીએમસી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરીને પણ કોંગ્રેસનું મહત્વ રાતોરાત વધી ગયું છે...

PM મોદીએ કોઈમ્બતૂરમાં આદિયોગી શિવની 112 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

PM મોદીએ કોઈમ્બતૂરમાં આદિયોગી શિવની 112 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

દેશભરના હિન્દુઓ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કોઇમ્બતૂ


loading...