Wednesday, 24, May, 2017

VIDEO: સગી'ને સાવકી બંને બની કમાવતર, સગીમાતા છોડીને ભાગી ગઈ, સાવકી માતા રોજ આપતી ડામ, પાંચ વર્ષના માસુમની વ્યથા

PUBLISHED: 07:01 PM, 11 Jan 2017 | UPDATED: 07:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/child-abuse.jpg
વડગામના ચંગવાડા ગામમાં સાવકીમાંએ પાંચ વર્ષના મુંગા દીકરાને દીવાસળીથી ડામ દેવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં આ માસુમ બાળક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. 

સમાજ જીવનને શર્મનાક કરે તેવી ઘટના આજે પ્રકાશમાં આવી છે. એક એવી ઘટના કે તેને જોતા ભલ ભલાના રૂંવાટા ઉભા થઇ જાય છે. એક ચાર વર્ષના માસુમ બાળક પર સાવકીમાંએ દીવાસળીની સળગતી સળીથી વારંવાર તેના શરીર ભાગમાં ડામનો દર્દ આપી છેલ્લા ત્રણ માસથી માસુમ પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો  હતો. આખા શરીર પર ડામના નિશાન જોઈ હાજર લોકોએ પણ સાવકી જનેતા પર ફિટકાર વરસાવી હતી. આ માસુમને જન્મ આપનારી સગીમાંએ અન્ય સાથે લગ્ન કરી દેતા જન્મથી માતૃપ્રેમ માટે વલખા મારતો માસુમ મારિયા તેના નાનાની પાસે રહેતો હતો. પણ થોડાક માસ પૂર્વે તેના સગા પિતા તેની સાવકી માતા પાસે લઇ ગયા હતા. જોકે સાવકી માતાને સાવકો દીકરો પસંદ ના હોવાથી તેને આ માસુમના કોમળ શરીર પર એવા સળગતા ડામ દીધા કે જેનું દર્દ મારિયા નામના બાળકે ત્રણ માસ સુધી રડતી આંખે સહન કરવો પડ્યો હતું. 

જયારે તેના સગા નાના તેને મળવા ગયા ત્યારે મોઢેથી બોલી ન શકનારા આ માસુમે તેનું દર્દ તેના હાથના ઇશારાથી દાદાને સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેના નાનાને માલુમ પડ્યું કે સાવકી માતાએ આની શું હાલત કરી છે. સળગતા ડામથી ગંભીર રીતે દાઝેલ પાંચ વર્ષનું આ માસુમ બાળક હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જયારે આ ઘટનાને લઈ તેના નાના હારુન સેલિયાએ છાપી પોલીસ મથકમાં ત્રણ સામે કાયેદસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.Related News

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

વધારે ફી મુદ્દે સમિતિ સમક્ષ વ્યાજબીપણું સાબિત કરવું પડશે, જે શાળાઓ સામે નથી આવી તેણે નિયત ફી લેવી...

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક, રેશનિંગ દુકાનદાર એસો.ના પ્રમુખ ઉપસ્થિત...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગેહલોત કોંગ્રેના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીને મળીને આંતરિક ખેંચતાણના કારણો વિશે.


loading...