Thursday, 25, May, 2017

અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી, જાણો - ક્યાં કેટલી પડી ઠંડી

PUBLISHED: 09:01 AM, 12 Jan 2017 | UPDATED: 09:01 AM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/coldwave.jpg
અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે એકાએક ઠંડીમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો એકાએક ગગડી ગયો છે. કોલ્ડવેવની ચેતવણી પણ આગામી બે દિવસ માટે જારી કરવામાં આવી છે. રાજયનું સૌથી ઠંડુગાર શહેર નલિયા રહ્યું છે. નલિયમાં પારો ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા. 

ડિસામાં પણ જોરદાર ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. રાજ્યના અનેક ભાગોમાં પારો ખૂબ નીચે પહોંચી ગયો છે. ગાંધીનગરમાં 8.8, વલસાડમાં 9.5, રાજકોટમાં 8.3, પોરબંદરમાં 8, કચ્છ-માંડવીમાં 8.5નો સમાવેશ થાય છે. એકાએક ઠંડીના લીધે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બપોર સુધી લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. 

ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે એકાએક ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાલમાં હવામાન વિભાગ તરફથી આગામી સપ્તાહમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરાઈ છે. કોલ્ડવેવની ચેતવણી પણ બે દિવસ માટે જારી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાત ભરમાં કોલ્ડવેવની સ્થિતિ રહી શકે છે.  

તો બીજી તરફ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે બીજી બાજુ હિમચાલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે. હાલમાં નીચલી સપાટી પર પ્રદેશમાં પવનો ફુંકાઈ રહ્યા છે. તેની સીધી અસર જોવા મળી રહી છ ઉત્તર ભારતમાં એકબાજુ ઠંડીના લીધે જનજીવન ખોરવાયેલું છે.  ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઈ છે.   લાંબા અંતરની ઘણી ટ્રેનો કલાકો મોડે દોડી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં તીવ્ર ઠંડી અથવા તો ધુમ્મસની કોઈ સ્થિતિ જોવા મળી રહી નથી. વર્તમાન સિઝનમાં  નિષ્ણાત તબીબો દ્વારા ખાસ કરીને બાળકોને સાવધાનરહેવાની સલાહ આપવામાં આવી રહી છે. 

સ્થળ                                લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૦.૩
ડિસા............................................................... ૬.૮
ગાંધીનગર...................................................... ૮.૮
વીવીનગર.................................................... ૧૨.૪
વડોદરા............................................................ ૧૦
સુરત............................................................ ૧૨.૮
વલસાડ.......................................................... ૯.૫
અમરેલી........................................................ ૧૧.૬
ભાવનગર..................................................... ૧૧.૪
પોરબંદર............................................................ ૮
રાજકોટ........................................................... ૮.૩
નલિયા............................................................ ૫.૪
કંડલા એરપોર્ટ.................................................. ૭.૭
ભુજ....................................................................૧૦.૨

અરવલ્લી
સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વડયું છે ત્યારે એક માસ બાદ ઠંડીની મોસમે લોકોને ધ્રુજાવી દીધા છે. છેલ્લા બે દિવસથી એરવલ્લી જિલ્લામાં ઠંડીનો પારો 10થી 140 સુધી રહેતા અરવલ્લી જિલ્લાવાસીઓ ઠંડીથી ઠુંછવાયા હતા. ગરીબ લોકોએ ઠંડીથી બચવા દાતાઓએ આપેલા ધાબડાનો ઉઢી ઠંડીમાં મીઠી ઉંઘ માણી હતી તો ઘણા લોકોએ ચાની લારી પર ગરમા ગરમ ચા ની ચૂસકી મારી પોતાની ઠંડી ઉડાળી હતી

જુનાગઢ
સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો નિચે ગયો છે ત્યારે ધાર્મિક નગરી જૂનાગઢના ગિરનારમાં ઠંડીનો પારો 3 ડિગ્રી સુધી પોહચી ગયો હતો. કડકડથી ઠંડીના કારણે ગિરનાર પર્વત પર  પ્રવાસીઓની  મર્યાદીત હાજરી નજરે ચડી હતી.

ઉ. ભારત
સમગ્ર ભારતમાં ઠંડીનો પારો નીચે ગયો છે ત્યારે રાજધાની દિલ્હી લોકો ઠંડીથી ઠુઠવાયા હતા. દિલ્હીમાં ઠંડીનો પારો 2.3 ડિગ્ર સેલ્સિયસથી નીચે જતો રહેતા લોકોની હાલત કફોડી બની હતી. દિલ્હીના સફદરજંગ શહેરમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. જે સામાન્ય તાપમાન કરતા 3 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું હતું. મોસમ વિભાગના દાવા મુજબ છેંલ્લા 5 વર્ષમાં દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધવામાં આવી હતી. દિલ્હી  ઉપરાંત અન્ય શહેરોની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ અને ગ્વાલિયરમાં ઠંડીનો પારો નીચે જતા 3 ડિગ્રી સુધી પોહંચી ગયો હતો.

ઠંડુગાર ગુજરાત
રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો
લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો
ગાંધીનગરમાં 8.8 ડિગ્રી
અમદાવાદઃ
ગુજરાતમાં મોસમની સૌથી વધુ ઠંડી પોષ મહિનામાં
કશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાનો કહેર 
ગુજરાત,રાજસ્થાન,પંજાબમાં ઠંડીથી ઠુઠવાયુ
આબુમાં માઇનસ ડીગ્રી,
સર્વત્ર બરફની ચાદરો પથરાઇ
નલિયા 5 ડીગ્રી,અમદાવાદ 10 ડીગ્રી તાપમાન
દિલ્લીમાં 4 ડીગ્રી તાપમાન
11 ટ્રેન રદ કરવી પડી 
26 ટ્રેન મોડી પડે તેવી શક્યતા 

Related News

અમદાવાદ: 2008 સિરીયલ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમદાવાદ: 2008 સિરીયલ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો

વોન્ટેડ આરોપી શોહેબની કેરળથી કરાઈ ધરપકડ, શોહેબેની પોર્ટગુલની ક્રાઈમ બ્રાંચ દ્વારા કરાઈ ધરપકડ...

ડોનેશનથી કાળાબાજારીને ઉલટાની મળી ભેટ, મનસુખ શાહની નવી કોલેજને 150 બેઠકોની મંજુરી

ડોનેશનથી કાળાબાજારીને ઉલટાની મળી ભેટ, મનસુખ શાહની નવી કોલેજને 150 બેઠકોની મંજુરી

અમદાવાદની MK શાહ કોલેજ માટે મંજૂરી મળી છે. અમદાવાદ વિસ્તારના ચાંદખેડામાં આવેલ MK શાહ કોલેજ છે...


loading...