Thursday, 23, March, 2017

રાજકોટ: શક્તિ એન્કાઉન્ટર કેસ મુદ્દે પોલીસ સમર્થનમાં રેલી

PUBLISHED: 10:01 AM, 12 Jan 2017 | UPDATED: 10:01 AM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/police55.jpg
રાજકોટમાં આજે પોલીસના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી બહુમાળી ભવન ચોક ખાતેથી નીકળી પોલીસ કમિશ્નર કચેરીએ અને ત્યાંથી કલેકટર કચેરીએ પહોંચી ડબલ મર્ડરની ઘટનામાં પોલીસ કર્મચારીઓ ખોટી રીતે ભોગ ન બની જાય તે જોવા માટે આવેદન પાઠવી રજૂઆત કરશે. 

મા ચામુંડા મોચી યુવા સેનાના શહેર પ્રમુખ દિનેશ આર. ચાવડાની આગેવાનીમાં બિપીન જેઠવા, નિલેષ વાઘેલા, વિપુલ વાઢીયા, મનસુખભાઇ પરમાર, મુકેશ ચાવડા, અશ્વિન પરમાર, ભરત પરમાર, હિતેષ ચુડાસમા, અમિત વાળા, હિતેષ યાદવ, લાલજીભાઇ ગોહેલ, જયદિપ જેઠવા, સંજય પરમાર, અશોક સરવૈયા, કેતન યાદવ, ચિરાગ ચાવડા તેમજ પોલીસ પરિવાર ન્યાય સંઘર્ષ સમિતીના પૃથ્વીરાજાસિંહ વાળા, અમિત બોરીચા, સંદિપ પટેલ, અશોક જોષી, જયરાજાસિંહ જાડેજા, મનિષ ત્રિવેદી, હિતુભા જાડેજા, મયુરસિંહ ઝાલા સહિતના રેલીમાં જોડાશે. 

આ બધાએ વધુને વધુ લોકોને પોલીસ સમર્થન રેલીમાં જોડાવા અપિલ કરી છે. એક યાદીમાં જણાવ્યું છે કે શહેર પોલીસે અનેક ગુનેગારોને ગુજરાત તથા અન્ય રાજ્યમાંથી પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દઇ સમાજને ગુંડારહિત બનાવ્યો છે. પોલીસની કાર્યવાહીથી ગુનાખોરી બંધ થઇ ગઇ છે. ત્યારે હાલમાં પોલીસ વિરૂધ્ધ કહેવાતા ખુનનો ગુનો દાખલ થયો છે ત્યારે જો ઉતાવળી કાર્યવાહી થશે તો પોલીસનું મોરલ ડાઉન થશે. આવા સમયે પુરાવા વગર કોઇની પણ ધરપકડ નહિ કરવા રજૂઆત છે. 

Related News

VIDEO: રાજકોટના ગિરનાર સિનેમામાં બે શખ્સોએ મચાવી તોડફોડ, ઘટના CCTVમાં કેદ

VIDEO: રાજકોટના ગિરનાર સિનેમામાં બે શખ્સોએ મચાવી તોડફોડ, ઘટના CCTVમાં કેદ

રાજકોટના જિલ્લા પંચાયત વિસ્તારમાં ગિરનાર સિનેમામા શો ચાલુ હતુ એ દરમ્યાન બે શખ્સો ધસી આવ્યા હતા...


loading...