Thursday, 23, March, 2017

મશાલ રેલીમાં આગના તણખા ઉડતા નાસભાગ મચી, પા. પ્રમુખના માથાના વાળ સળગ્યા

PUBLISHED: 10:01 AM, 12 Jan 2017 | UPDATED: 10:01 AM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/mashal1.jpg
પારડીમાં રાષ્ટ્રીય યુવાદિનની મશાલ રેલી ક્રાર્યક્રમમાં આગ ના તણખા ઉડતા  નાશ ભાગ મચી જવા પામી હતી. પારડી ચારરસ્તા બ્રિજ નીચે રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના પ્રસંગે પારડી શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા એક મશાલ રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જે મશાલ પ્રગટાવી વંદે માતરમ ના નારા કરતા હાથ ઉંચા કર્તાની સાથેજ મશાલના આગ ના તણખા ઉડ્યા હતા. જે તણખા પારડી પાલિકા પ્રમુખ ઉપર પડતા તેઓના કપડાં તેમજ માથાના વાળ થોડા સળગી ગયા હતા.

જેમાં પાલિકા પ્રમુખ અને અન્ય કાર્યકર્તા ઓનો ચમત્કારિક બચાવ થયો હતો. આ મશાલ રેલી મા સામાન્ય રીતે લાકડા ના દંડા ના ઉપર કાપડ વીટી ને બનાવેલી મશાલ ને બદલે એક લાકડાં ના દંડા પર વાટકીઓ લગાવી ને એમા જેલી જેવુ જ્વલનશીલ પદાર્થ રાખી ને બનાવેલી મશાલો પ્રગટાવવા મા આવી હતી. રેલી ના આરમ્ભ માજ ઉપસ્થિત કાર્યકર્તાઓ સડગતિ મશાલ સાથે નારાબાજી કરી રહ્યા હતા. 

એ વખતે જ કેટલીક મશાલો મા થી સડગતા જ્વલનશીલ પદાર્થ સાથે ના તણખાં હવા મા ડી ને બેનરો અને કેટલાક કાર્યકર્તાઓ પર પડ્યા હતા. આથી રેલી મા દોડ ધામ મચી ગઈ હતી. મશાલોમાંથી ઝરેલા તણખાઓ રેલી મા જોડાયેલ પારડી નગર પાલિકા ના મહિલા પ્રમુખ પર પણ પડ્યા હતા. સાથેજ બાજુ મા પાર્ક કરેલી એક કાર પર પણ તણખા ઝર્યા હતા. આથી કારમાં પણ સામાન્ય આગ લાગી હતી.

તો કેટલાક બેનર પણ આગ ની ઝપેટમા આવી ગયા હતા. જોકે રેલી મા જોડાયેલ કાર્યકર્તાઓ એ તાત્કાલિક પાણી નાખીને આગને બુઝાવી દીધી હતી. સદનસીબે આ ઘટના મા કોઈ જાનહાની કે ઇજા થઈ ના હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી.  

Related News

આજે ધોરણ 10નું ગણિતનું પેપર પૂર્ણ, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ

આજે ધોરણ 10નું ગણિતનું પેપર પૂર્ણ, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ

ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ગણિતના પેપરનું પરિણામ સૌથી નીચું રહેવા પામ્યું હતું...

ACBનો સપાટો, દાહોદમાં 3 ઈન્કમટેક્ષ અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ACBનો સપાટો, દાહોદમાં 3 ઈન્કમટેક્ષ અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

IT અધિકારી દિનેશ મીણા અને અને ત્રીજા અજ્ઞાત વ્યકિત સહિતના કર્મચારીઓ ભાગી ગયા હતા...

દાહોદ: 11 લોકોએ જુની અદાવત રાખી પીડિતા સાથે આચર્યું દુષ્કર્મ

દાહોદ: 11 લોકોએ જુની અદાવત રાખી પીડિતા સાથે આચર્યું દુષ્કર્મ

11 આરોપીઓએ પૂર્વ આયોજન કાવતરુ રચી સગીરા પર અગાઉની કેસની અદાવત રાખી દુષ્કર્મ આચયું...


loading...