Tuesday, 24, January, 2017

આજે પોષી પૂનમ માં અંબાનો જન્મદિવસ

PUBLISHED: 12:01 PM, 12 Jan 2017 | UPDATED: 12:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/maa-ambaji.jpg
પોષ સુદ પૂનમનો દિવસ એટલે આદ્યશકિત મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે દેશભરના મા અંબાના મંદિરોમાં ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. જૂનાગઢ ગિરનારની ટોચ પર બિરાજમાન મા અંબાના મંદિરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 

ગરવા ગઢ ગિરનારની ટોચ પર બિરાજમાન મા અંબાજીના પ્રાગટ્ય દિવસે  માતાજીનો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. અને  હજારો માઈભકતોની હાજરીમાં માતાજીને શ્રીગાર સાથે શ્રીસુતના પાઠ, હોમહવન, ગંગાજળ, દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર પર બાવન ગજની ધજા ચડાવાશે. ત્યાર બાદ બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે.


loading...