Thursday, 27, April, 2017

નાનું CPU, મોટા કામ, ગુજરાતના યુવાને બનાવેલ CPUએ વાઈબ્રન્ટમાં મચાવી ધુમ, આ CPU માટે થયો 13 કરોડો MOU

PUBLISHED: 01:01 PM, 12 Jan 2017 | UPDATED: 01:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/cpu.jpg
વાઇબ્રન્ટ ગ્લોબલ ઇનવેસ્ટર્સ સમિટ 2017 એ દેશ-વિદેશના રોકાણકારો અને ઉત્પાદકો માટે મહત્વનું પ્લેટફોર્મ બની રહ્યું છે, ત્યારે ગુજરાતના યુવાન પ્રતિક પરમાર અને તેમના મિત્રોએ પોકેટ સાઇઝનું સીપીયુ રજૂ કરતા વાઇબ્રન્ટના રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું. 

વાઇબ્રન્ટ ગ્લોબલ ઇનવેસ્ટર્સ 2017 દેશ - વિદેશના રોકાણકારો અને ઉત્પાદકો માટે ઐતિહાસિક મંચ બની રહ્યું છે. ત્યારે ગુજરાતના જ જવાનોએ તેમની  ક્રાંતિકારી શોધ સાથે વાઇબ્રન્ટમાં સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.  પ્રતિક પરમાર અને તેમના મિત્રોએ સાથે મળીને વિશ્વનું સૌથી નાનું સીપીયુ બનાવ્યું છે. 9 મહિના પૂર્વે તેમણે પોતાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, જેનું પરિણામ આજે તેમના હાથમાં જોઈ શકાય છે.  

આ સીપીયુની ખાસિયતો વિશે વાત કરીએ તો, 3 ઇંચનું આ સીપીયુ 2.2 ગીગાહર્ટ્સ ક્વાડકોર પ્રોસેસરથી સજ્જ છે, સાથે જ તેમાં 4 જીબી રેમ અને 4 કે વીડિયો આઉટપૂટ છે. આ સાથે આ સીપીયુમાં ગુજરાતી, હિન્દી, બેંગાલી, તેલગુ સહિતની પ્રાદેશિક ભાષામાં કામ કરી શકાશે.  

વાઇબ્રન્ટનું આકર્ષણ  
3 ઇંચનું CPU બન્યું આકર્ષણ  
2.2 ગીગાહર્ટ્સનું ક્વાડકોર પ્રોસેસર  
4 GB રેમ અને 4K વીડિયો આઉટપૂટ  
એકથી વધુ પ્રાદેશિક ભાષામાં કાર્યરત  

હાથની હથેળીમાં સમાઈ જતા આ સીપીયુની વધુ એક ખાસિયત છે, તેનો કન્ઝેમ્પશન પાવર, ગુજરાતના આ સાહસિકોએ તેમના આ સુપર સ્માર્ટ  સીપીયુ માટે સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે 13 કરોડના એમઓયુ કર્યા છે. જે અંતર્ગત તેઓ સીપીયુના ઉત્પાદન માટે ગુજરાતના યુવાનોને રોજગારીની તકો પણ ઉભી કરશે.  
  

1 સીપીયુ સ્ટોરી સૌથી નાના સીપીયુ બનાવ્યા સરકાર સકઠે 13 કરોડ ના એમઓયુ
2 શારાફ ગૃલ ના વાઇસ ચેરમેન શ્રીફુદ્દીન શારાફ સાથે વન ટુ વન 
3 મીસ્તર કાઉન્ટ બ્રેઝા ની બાઈટ સ્કીલ ઇન્ડિયા ના નામે એમઓયુ થશે આવતીકાલે 100 કરોડ નું રોકાણ યુરોપ ઇન્ડિયા ફાઉન્ડેશન ફોર એક્સેલન્સ
4  મિસ મેગડેલન બિઝનેસ ડેલીગેટ પોલેન્ડ નું વન ટુ વન 
5 ફ્રેન્ચ મિનિસ્તર મિસ્તર ફેને સાથે વન ટુ વન, 2 એમઓયુ થયા છે ગ્રીન બિલેજ માટે જેમાં વીજળી ના હોય તે ગામ ને સોલાર લાઇટાપવા માં આવશે રફેલ સિવાય અન્ય સેક્ટર માં પણ ઇન્વેસ્તમેન્ટ ફ્રાન્સ એમઓયુ ના નામે સેવ છે

Related News

ફી નિર્ધારણ કાયદાની કડક અમલવારી માટે બેઠક યોજાઈ, અમલિકરણ નહીં કરનાર શાળા સામે કાર્યવાહી કરવાનું અપાયું સુચન

ફી નિર્ધારણ કાયદાની કડક અમલવારી માટે બેઠક યોજાઈ, અમલિકરણ નહીં કરનાર શાળા સામે કાર્યવાહી કરવાનું અપાયું સુચન

ગુજરાત દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે જણાવ્યુ...

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી દર મહિને આવશે ગુજરાત પ્રવાસે, જાણો - કયા મહિને કયા શહેરમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદી દર મહિને આવશે ગુજરાત પ્રવાસે, જાણો - કયા મહિને કયા શહેરમાં

જુન મહિનામાં ટેક્સટાઇલ મિનિસ્ટીના પ્રોગ્રામમાં ગાંધીનગર આવશે, સપ્ટેમ્બરમાં વતન વડનગરમાં હોસ્પિટલનું.

ભાજપના બે ધારાસભ્યો વિધાનસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી

ભાજપના બે ધારાસભ્યો વિધાનસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી

ઉંઝાના ધારાસભ્ય નારાયણ પટેલ છે. અને બીજા છે સુરતના ઉધનાના ધારાસભ્ય નરોત્તમ પટેલ...


loading...