Tuesday, 24, January, 2017

VIDEO: બિહારમાં CISFના જવાને લીધો સાથીદારોનો જીવ, સામાન્ય બોલચાલી બાદ જવાનો પર ફાયરિંગમાં ચારનાં મોત

PUBLISHED: 04:01 PM, 12 Jan 2017 | UPDATED: 04:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/jawan3.jpg
બિહારના ઔરંગાબાદમાં CISFના એક જવાને પોતાના સાથી જવાનો પર સામાન્ય બોલાચાલી બાદ  ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં 4 જવાનોના મોત થયા છે. જેમાના બે જવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં જ્યારે બે ગંભીર રીતે ઘાયલ જવાનોએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

CISFના આ જવાનોની પોસ્ટિંગ ઔરંગાબાદ જિલ્લાના મુખ્યાલયથી આશરે 50 કિલોમીટરના અંતરે આવેલા નબીનગરના NTPCના પાવર પ્રોજક્ટ પર થઇ હતી. હાલ આ ઘટના સંદર્ભે કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. જો કે માધ્યમોના અહેવાલ મુજબ જવાન રજાઓ ન મળવાથી નારાજ હતો. ગુસ્સામાં આવીને તેણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. 

અત્રે જણાવવાનું કે આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે બીએસએફ અને સીઆરપીએફના જવાનોના ફરિયાદ કરતા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં ભ્રષ્ટાચાર અને સુવિધાઓમાં ભેદભાવની વાતો જવાનો કરી રહ્યા છે. જવાનોએ પીએમ મોદી પાસે હસ્તક્ષેપની પણ માગણી કરી છે. કેન્દ્ર સરકાર પણ જવાનોના આ આરોપોને લઈને ગંભીર છે. આ સમગ્ર મામલે તપાસના આદેશો આપી દેવાયા છે.




Related News

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં રવિવારે મોડી સાંજે એકવાર ફરી BMW કારનો આતંક જોવા મળ્યો છે. રાત્રે 11 વાગે દિલ્લી આઈઆઈટી ફ્

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

સરકારની મંજૂર વગર ફી નહી વધારી શકાય, ખાનગી શાળામાં ફી વિધારાની વિરુધમાં થઇ હતી અરજી...

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

37 લાખની કિંમતના સોના સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી...


loading...