Tuesday, 24, January, 2017

BSFમાં ખાવાની ગુણવત્તા પર PMO જાગ્યું, ગૃહ મંત્રાલય પાસે માંગ્યા ગુણવત્તાનો રિપોર્ટ

PUBLISHED: 05:01 PM, 12 Jan 2017 | UPDATED: 05:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/jawan---story_647_010917100530.jpg
BSFના જવાને સરહદ પર મળી રહેલી ખાવાની ગુણવત્તા પર સવાલો ઉઠાવતો વીડિયો વાઈરલ થયા બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે ખાવાની ગુણવત્તાને લઈને ગૃહ મંત્રાલય પાસે રિપોર્ટ માંગ્યો છે. પીએમઓ આ સમગ્ર મુદ્દે ધ્યાન બનાવી રાખ્યું છે. પીએમઓ એ જાણવા માંગે છે કે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ જવાનો સુધી પહોંચી રહી છે કે નહી.

હાલમાં જ તેજ બહાદુરે પત્ની સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે અધિકારીઓ તેને ધમકાવી રહ્યા છે અને ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરી રહ્યા છે. આ વાતચીતનો ઓડિયો વાઈરલ થયો છે. પરંતુ હાલ આ ઓડિયોની ખરાઈ નથી કરવામાં આવી પંરતુ જે ઓડિયો આ જવાનનો બતાવવામાં આવી રહ્યો છે જેમાં તે પોતાની પત્ની સાથે વાતચીત કરી રહ્યો છે. ગુરૂવારે આ મામલે એક પૂર્વ સૈનિકે દિલ્લીની હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કર છે, જેમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે દેશમાં તમામ સુરક્ષા દળોને આપવામાં આવતા ખાવાની ચીજ વસ્તુઓની ગુણવત્તા પર એક રિપોર્ટ મંગાવવામાં આવે.

આ જવાનના પરિવારે પણ આરોપ લગાવ્યો કે અધિકારીઓ તરફથી ખોટી જાણકારી આપવામાં આવી રહી છે. માનસિક રીતે અસ્વસ્થ હોવાના આરોપ પર જવાન તેજ બહાદુરના પત્નીએ કહ્યું કે તેમની માનસિક હાલત બરાબર નથી તો શા માટે તેમને દેશની સુરક્ષા માટે બંદૂક આપવામાં આવી છે?

Related News

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં રવિવારે મોડી સાંજે એકવાર ફરી BMW કારનો આતંક જોવા મળ્યો છે. રાત્રે 11 વાગે દિલ્લી આઈઆઈટી ફ્

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

સરકારની મંજૂર વગર ફી નહી વધારી શકાય, ખાનગી શાળામાં ફી વિધારાની વિરુધમાં થઇ હતી અરજી...

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

37 લાખની કિંમતના સોના સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી...


loading...