Monday, 24, November, 2014

જમ્મૂ-કાશ્મીરમાં IC-814ના હાઇજેકીંગનો એક આતંકી ઝડપાયો

PUBLISHED: 03:09 AM, 13 Sep 2012 | UPDATED: 03:09 AM, 13 Sep 2012
http://vtvgujarati.com/news/kandahar-hijack-340.jpg
જમ્મૂ:
વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સના વિમાન IC-814ના અપહરણ કેસ સાથે જોડાયેલા એક ખુંખાર આતંકવાદીની જમ્મૂ-કશ્મીર પોલિસે ધરપકડ કરી છે. મેહરાજુદ્દીન ઉર્ફે જાવેદને જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાંથી પકડવામાં આવ્યો છે. મેહરાજુદ્દીન ઉર્ફે જાવેદ કેટલાક દિવસો પહેલા નેપાળના રસ્તે થઈ ભારતમાં પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું છે, તે કાશ્મિરનો જ રહેવાવાળો છે અને યુનાઈટેડ જેહાદ કાઉન્સિલનો ફંડ ઓર્ગેનાઈઝર છે. 

કંદહાર કાંડ નામે જાણીતી પ્લેન હાઈજેકીંગની આ ઘટના માટે જવાબદાર આતંકવાદીઓને મેહરાજુદ્દીને નકલી દસ્તાવેજો અપાવ્યા હોવાનું પણ પોલીસ માની રહી છે. આ નકલી દસ્તાવેજોની મદદથી જ આતંકવાદીઓ પ્લેન હાઈજેક કરવામાં સફળ થયા હતા. મેહરાજુદ્દીન અગાઉ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ તરફથી પણ કામ કરી ચુક્યો છે. 20 વર્ષથી કાશ્મીરમાં સક્રિય મેહરાજુદ્દીનનું નામ ભારતના 20 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. જેના પરથી અંદાજ આવી જાય કે, મેહરાજુદ્દીનની ધરપકડ ભારતીય તપાસ એજન્સીઓ માટે કેટલી મહત્ત્વની છે.

મેહરાજુદ્દીન લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ માટે પૈસા એકત્ર કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. કંદહાર પ્લેન હાઈજેકની ઘટના ઉપરાંત 1996માં દિલ્હીના લાજપતનગરમાં થયેલા વિસ્ફોટ કેસ પાછળ પણ મેહરાજુદ્દીનને જવાબદાર ગણાવાઈ રહ્યો છે. તો દાઉદ ઈબ્રાહીમ સાથે પણ તેના સારા સંબંધો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મેહરાજુદ્દીન હિંદુ ધર્મ અપનાવી અને નામ બદલી નેપાળમાં રહેતો હતો અને તેણે ત્યા જ લગ્ન પણ કરી લીધા હતા. 

લશ્કરમાં સક્રિય મિલિટેંટ રહી ચુકેલ મેહરાજુદ્દીન 1992માં કાશ્મિર થી પાકિસ્તાન ગયો હતો અને તે મોલાના મસૂદ અઝહરનો જમણો હાથ પણ રહી ચુકેલ છે. તે બુધવારની રાત્રે જ નેપાળના રસ્તે થઈ જમ્મૂ પહોંચ્યો હતો અને રાત્રે કિશ્તવાડ જ રહ્યો હતો ત્યારે નાકા પર તેની ધરપકડ કરવામાં આવી. પોલિસને પહેલાથી જ મેરાજુદ્દીનના આવવાની ગુપ્ત જાણકારી મળી ગઈ હતી. 

મેહરાજુદ્દીન લશ્કરમાં નવી ભરતી કરવા માટે ભારત આવ્યો હતો. વિમાન અપહરણ કાંડ બાદ તે નેપાળના રસ્તે પાકિસ્તાન જતો રહ્યો હતો. 

Related News

2020 સુધીમાં પાકિસ્તાન પાસે હશે 200 પરમાણુ હથિયાર, અમેરિકન રિપોર્ટથી વિશ્વ ચિંતિત

2020 સુધીમાં પાકિસ્તાન પાસે હશે 200 પરમાણુ હથિયાર, અમેરિકન રિપોર્ટથી વિશ્વ ચિંતિત

2020માં પાકિસ્તાન પાસે પાસે 200થી વધુ પરમાણું હથિયાર બનાવવા માટેની પૂરતી સામગ્રી હશે..

PM મોદીનો જનકપુરીનો પ્રવાસ રદ્દ થતાં નેપાળમાં વિરોધ

PM મોદીનો જનકપુરીનો પ્રવાસ રદ્દ થતાં નેપાળમાં વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેપાળ પ્રવાસમાં બદલાવને કારણે સમર્થકોએ નેપાલ સરકાર વિરૂદ્ધ સુત્રોચાર...

ભારત ફિઝીને 70 મિલિયન ડોલરની મદદ કરશે

ભારત ફિઝીને 70 મિલિયન ડોલરની મદદ કરશે

ત્રણ મહત્વના ક્ષેત્રોમાં કરાર, મોદી સ્વદેશ પરત ફરશે...


Photos/Videos