Thursday, 24, April, 2014

સોનામાં તોફાની તેજી : 32,900ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

PUBLISHED: 07:09 AM, 14 Sep 2012 | UPDATED: 07:09 AM, 14 Sep 2012
http://vtvgujarati.com/news/gold-340.jpg
- હાજર બજારમાં અમદાવાદ ખાતે સોનું રૂ.400નાં ઉછાળા સાથે પ્રતિ દસ ગ્રામ 32,850નાં સ્તરે છે
 
નવી દિલ્હી: 
તહેવારોની સિઝનની શરૂઆત થાય તે પહેલા જ વૈશ્વિક બજારોમાં ઉદ્ભવેલી તેજીનાં પગલે ભારતીય બજારોમાં પણ સોનામાં તોફાની તેજીનો માહોલ છવાઇ જવા સાથે સોનું 32,900ની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયું હતું. તેની પાછળને પાછળને ચાંદીમાં પણ સુધારાની ચાલ ઝડપથી આગળ વધી છે. 
 
યુરો ઝોનને દેવામાંથી ઉગારવા ઇસીબીએ જાહેર કરેલી બોન્ડ ખરીદીની યોજના તેમજ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા અર્થતંત્રને વેગ આપવા ચોક્કસ પગલા જાહેર કરાશે તેવા આશાવાદ પાછળ વૈશ્વિક બજારોમાં ન્યૂયોર્ક ખાતે સોનું 34 ડોલર ઉછળીને 1735.30 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. આ ઉછાળો 29 ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો ઉછાળો છે.
 
આ અહેવાલો પાછળ તેમજ સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી પાછળ દિલ્હી બુલિયન બજાર ખાતે સોનુ રૂ.450 ઉછળીને રૂ.32,900ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. 
 
આ સપ્તાહે સોના-ચાંદીમાં નોંધપાત્ર ઉછાળા સાથે કારોબાર થયો છે, ત્યારે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું તેજી સાથે કારોબાર કરી રહ્યુ છે. જ્યારે ચાંદી સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. કોમેક્સ પર સોનું 0.20 ટકાનાં વધારા સાથે 1773 ડોલર પર કારોબાર કરી રહ્યુ છે. જ્યારે ચાંદી અડધા ટકાનાં ઘટાડા સાથે પ્રતિ ઔંશ 34 ડોલરનાં સ્તરે કારોબાર કરી રહી છે. સ્થાનિક બજારોમાં સોના-ચાદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે સોનું  પ્રતિ દસ ગ્રામ પોઈન્ટ ત્રીસ ટકાનાં ઘટાડા સાથે રૂ.32,230નાં સ્તરે કારોબાર કરી રહ્યુ છે.

જ્યારે ચાંદી સામન્ય ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ.65, 200નાં સ્તરે કારોબાર કરી રહી છે. જ્યારે તહેવારો અને લગ્નની સિઝન નજીક આવતાં હાજર બજારમાં સોનાં-ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. હાજર બજારમાં અમદાવાદ ખાતે સોનું રૂ.400નાં ઉછાળા સાથે પ્રતિ દસ ગ્રામ 32,850નાં સ્તરે છે. જ્યારે ચાંદી રૂ.800 નાં વધારા સાથે પ્રતિ કિલો રૂ.61,100નાં સ્તરે છે.

Related News

 આધુનિક પદ્ધિતીથી તડબુચનું વાવેતર

આધુનિક પદ્ધિતીથી તડબુચનું વાવેતર

મોરબીના ખાનપર ગામના ખેડૂતો છેલ્લાં આઠ વર્ષથી ટપક સિંચાઈ પદ્ધિતીથી તડબુચનું વાવેતર...

યોગ્ય બજાર વ્યવસ્થાના અભાવે ખેડુતોને નુકસાન

યોગ્ય બજાર વ્યવસ્થાના અભાવે ખેડુતોને નુકસાન

ખેડુતો બજાર વ્યવસ્થાના અભાવે તૈયાર થયેલો ટામેટા નો પાક નષ્ટ કરવા મજબુર બન્યા

કેસરના પ્રથમ પાકની હરાજી થઇ

કેસરના પ્રથમ પાકની હરાજી થઇ

પ્રથમ હરાજીમાં 20 કિલો કેસરના 1000થી 2500 રૂપિયા જેટલા ભાવ બોલાયા...


Photos/Videos