Thursday, 25, May, 2017

રાશિફળ તેમજ પંચાગ ,18-9-12

PUBLISHED: 12:09 AM, 18 Sep 2012 | UPDATED: 12:09 AM, 18 Sep 2012
http://vtvgujarati.com/news/lord-shiva.jpg
આજનુ પંચાગં 
તા. 18-09-2012 ને મંગળવાર 
માસ : ભાદરવા પક્ષ : શુક્લ તિથિ : ત્રીજ 
નક્ષત્ર : ચિત્રા  
યોગ :બ્રહ્મ 
કરણ : તૈતિલ 
રાશી :  કન્યા (પ.ઠ.ણ) (10-24 પછી તુલા) 


મેષ (અ.લ.ઇ) 
 • પ્રોપર્ટીને લગતા કામકાજમા રાહત થશે. 
 • શત્રુઓ ઉપર વિજય મેળવશો. 
 • પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે. 

વૃષભ (બ.વ.ઉ) 
 • સંતાનોના પ્રોમા રાહત અનુભવશો. 
 • ધંધાકિય કામમા લાભ થશે. 
 • શેરબજારથી લાભ થશે. 
 • પ્રવાસના યોગ બનશે. 

મિથુન (ક.છ.ઘ) 
 • જમીનને લગતા કામમા ફાયદો થશે. 
 • માતા તરફથી આશિર્વાદ મળશે. 
 • ધંધામા નવી તકો મળશે. 
 • પરિવારનો સુંદર સહયોગ મળશે. 

કર્ક (ડ.હ) 
 • સમજદારીથી કામ કરશો તો લાભ થશે. 
 • પારિવારિક સુખમા વધારો થશે. 
 • મોટા ભાઇથી લાભ થશે. 
 • રોકાણ કરેલુ આજે લાભ કરાવશે. 

સિંહ (મ.ટ) 
 • આર્થિક બાબતમા ઉન્નતિ થશે. 
 • સમજ્યા વગરનુ રોકાણ નુકશાન કરશે. 
 • પારિવારિક સહયોગ મળશે. 
 • ખોટા લોકોથી દુર રહો. 

કન્યા (પ.ઠ.ણ) 
 • સ્વાસ્થ્યમા સાચવવુ જરુરી છે. 
 • આત્મબળથી કામ કરશો તો ફાયદો થસે. 
 • નવા રોકાણમા ધીરજથી કામ લેવુ. 
 • જીવનસાથી સાથે પ્રવાસ કરો.

તુલા (ર.ત) 
 • ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. 
 • નવા આવકના દ્વાર ખુલશે. 
 • ભાગીદારીવાળા કામમા સાચવવુ. 
 • માનસિક ચિંતા રહેશે. 


વૃશ્ચિક (ન.ય) 
 • આર્થિક બાબતમા લાભ થશે. 
 • આકસ્મિક ધનલાભની સંભાવના છે. 
 • પ્રોપર્ટીને લગતા પ્રશ્નોનુ નિરાકરણ આવશે. 
 • વાહન ચલાવવામા કાળજી રાખવી. 

ધન (ભ.ધ.ફ.ઢ) 
 • આવકના સાધનોમા વૃધ્ધી થશે. 
 • વાહન લેવાના યોગો સારા છે. 
 • નવુ ઘર લેવા માટે ઉત્તમ દિવસ છે. 
 • સહકર્મચારીનો સહયોગ મળશે. 

મકર (ખ.જ) 
 • જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. 
 • આવકમા વધારો થશે. 
 • સંતાનોના પ્રશ્નોમા રાહત અનુભવશો. 
 • નાની નાની મુશ્કેલીમાથી માર્ગ મળશે. 

કુંભ (ગ.શ.સ.ષ) 
 • પારિવારિક જીવન સુખમય બનશે. 
 • બહારના કામથી સારી આવક થશે. 
 • નોકરીમા નવી તકો પ્રાપ્ત થશે. 
 • તબીયત માટે દિવસ ઠીક નથી 

મીન (દ.ચ.ઝ.થ) 
 • વ્યવસાયમા થોડી ચિંતા રહેશે. 
 • ધંધાને અને પરિવારને સાથે ના રાખો. 
 • યાત્રાપ્રવાસના યોગ બનશે. 
 • પરિવારમા સાધારણ અશાંતિ જણાશે. 


કેવડાત્રીજનુ મહત્વ 

દેહી સૌભાગ્ય આરોગ્યમ્ દેહી મે પરમં સુખમ્ | 
રુપમ્ દેહી ધનં દેહી યશો દેહી દ્વિશોજહિ || 

ભાદરવા માસની પહેલી અજવાળીયાની ત્રીજે દરેક બહેનો પોતાના પતિના દિર્ઘ આયુષ્ય માટે અને કુંવારી દિકરીઓ ભાવી ભરથાર યોગ્ય અને મનગમતો મળે તેના માટે કેવડા ત્રીજનુ વ્રત કરવામા આવે છે. 
સવારે સૂર્યોદયે સ્નાનાદીથી પરવારી શીવજીની પુજા કેવડાથી પુજા કરવી, આખો દિવસ અને રાત્રી નકોરડો ઉપવાસ કરવો, ભગવાન શિવના પાર્થિવપૂજા કરવી, કેવડાત્રીજની વ્રતકથા સાંભળવી. શીવપાર્વતિના સંવાદ રુપે ભવિષ્યપુરાણમા કથા છે કે નાનપણથી જ હીમાચલ-મેનાની પુત્રી પાર્વતિ પુર્વજન્મમા દક્ષ પ્રજાપતિની કન્યા તરિકે પોતાના પતિનો પિતા દ્વારા કરાયેલા યજ્ઞમા અનાદર થવાથી દેહત્યાગી બીજા જ્ન્મમા શીવજીને પ્રાપ્ત  કરવા વ્રતો કરતા હતા. એક વખત નારદજીએ હીમાલય પાસે શીવજીના વખાણ  કર્યા તે સાંભળી પાર્તિજી ખુશ થયા, પરંતુ નારદજીએ જ્યારે ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવાનુ સુચન કર્યુ ત્યારે પાર્વતિજી નારાજ થયા અને પોતાની સખી સાથે જંગલમા જતા રહ્યા, માટીનો ઢગલો બનાવી તેની સાથે ખેલતા રહ્યા, હ્યદયમા ફક્ત શીવજીનુ જ રટણ કરતા હતા આથી તે માટીનો ઢગલાને બેધ્યાનપણે પણ શીવલીંગનુ સ્વરુપ મળ્યુ, વનમા ફરી કેવડો અને અન્ય વનસ્પતિ લાવી શીવજીને ચઢાવ્યા, આમતો ભગવાન શીવજીને કેવડો ચઢતો નથી પરંતુ ભાવાવેશમા પાર્વતિજીએ કેવડો ચઢાવ્યો, આખો દિવસ કશુય ખાધુ નહિ, પાણી પણ પીધુ નહિ. 
આ પ્રમાણે નકોરડો ઉપવાસ થયો અને પૂજન થયુ, શીવજી પ્રસન્ન થયા.તમે મારા પતિ બનો આવુ વરદાન મેળવ્યુ. ભગવાન વરદાન આપી અદ્રશ્ય થયા, આખી રાત જાગવાને અને ભુખના કારણે માતાજી સુઇ ગયા. પીતા શોધતા જંગલમા તેમને સુતેલા જોયા, પ્રસન્ન બની સાથે આવવા કહ્યુ, પોતાને આપેલા આશિર્વાદની વાત પિતાને કહી, પિતા પ્રસન્ન થયા. અને શીવજી - પાર્વતિ ના વિવાહ થયા. 

આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા (ઋષિરાજ)
jay.ganesh@yahoo.com

Related News

શનિવારના દિવસે પર્સમાં રાખો આ વસ્તુ, દરેક કામમાં મળશે સફળતા

શનિવારના દિવસે પર્સમાં રાખો આ વસ્તુ, દરેક કામમાં મળશે સફળતા

શનિવારનો દિવસ શનિને અનુકૂળ કરવા માટે સર્વોત્તમ છે. આ કારણથી જ શનિવારે હનુમાન મંદિર તેમજ શનિ મંદિરમાં

 ઘર ખરીદતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, ઘરમાં કાયમ રહેશે સુખ અને સમૃદ્ધિનો વાસ

ઘર ખરીદતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, ઘરમાં કાયમ રહેશે સુખ અને સમૃદ્ધિનો વાસ

આમ તો માણસની મૂળભૂત જરૂરીયાતો હવા, પાણી અને ખોરાક કહી શકાય. પરંતુ આ સિવાયની એક મહત્વની અન્ય જરૂરીયાત


loading...