Sunday, 01, May, 2016

માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે....

PUBLISHED: 03:09 AM, 22 Sep 2012 | UPDATED: 05:09 AM, 22 Sep 2012
http://vtvgujarati.com/news/baby.jpg
ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ફાટેલા હોઠ સાથે જન્મેલા નવજાત શીશુને તેના માતા-પિતા હોસ્પિટલમાં જ તરછોડીને ફરાર થઈ ગયા. 

શ્રીનગરની જી.બી.પંત હોસ્પિટલમાં અનાથ હાલતમાં આ બાળકીને જોતા એમ લાગે કે કોઈ તેની દેખરેખ કરાતી નથી. એક અઠવાડિયાથી આ નવજાત શીશુ હોસ્પિટલમાં આમ પડી રહી છે. જોકે તબીબો તેની દેખભાળ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી બાળકીને લેવા કોઈ આવ્યુ નથી. ફેસબુક જેવી જણીતા સોશિયલ નેટવર્કિંગ પર આ ઘટના ચર્ચાનું કેદ્ર બની છે. ફાટેલા હોઠ સાથે જન્મેલી આ બાળકની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. તેના માતા-પિતા તો તેને જન્મ આપીને હોસ્પિટલમાં જ તરછોડીને ફરાર થઈ ગયા છે. 

હોસ્પિટલ સંચાલકોએ આ ઘટનાની જવાબદારી સ્વિકારી છે, અને હવે કોઈ પરિવાર આ બાળકીને દત્તક લે તેવા પ્રયાસો કરી રહ્યા છે.  

હાલ બાળકીને ઈન્ટેસિવ કેર યુનિટમાં રાખવામાં આવી છે. અને ટયુબની મદદથી તેને પ્રવાહી આપવામાં આવે છે. પરંતુ હાલતો જરૂર છે તેને મમતાની... માતાની હૂંફની... 

Related News

ઉત્તરાખંડના જંગલમાં બેકાબૂ આગ મામલો, 6 લોકોએ પોતાની જીવ ગુમાવ્યો, આગ હવે હાઇવે સુધી પહોચી

ઉત્તરાખંડના જંગલમાં બેકાબૂ આગ મામલો, 6 લોકોએ પોતાની જીવ ગુમાવ્યો, આગ હવે હાઇવે સુધી પહોચી

એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાના જવાન હેલિકોપ્ટરથી પાણી વરસાવવાનું કામ કરશે...

PM મોદીએ 19મી વખત કરી 'મનકી બાત', જાણો તેમણે શું કહ્યું

PM મોદીએ 19મી વખત કરી 'મનકી બાત', જાણો તેમણે શું કહ્યું

તો આ વખતે પીએમ મોદીએ મનકી બાતમાં શું કહ્યું તે જાણો...

હવે રાષ્ટ્રગીત કે તિરંગાનું જે અપમાન કરશે, તેના સામે કડક કાર્યવાહી કરાશે

હવે રાષ્ટ્રગીત કે તિરંગાનું જે અપમાન કરશે, તેના સામે કડક કાર્યવાહી કરાશે

તો ફિલ્મોમાં રાષ્ટ્રગીત વાગે તે સમયે દર્શકોને ઊભા થવું જરૂરી હશે...