Wednesday, 18, January, 2017

જામનગરના જોડિયાના બાલંભા ગામ બેટમાં ફેરવાયું, 100 લોકોને બચાવાયા

PUBLISHED: 10:09 AM, 27 Sep 2013 | UPDATED: 03:09 PM, 27 Sep 2013
http://vtvgujarati.com/news/dam7.jpg
જામનગરના જોડીયામાં બાલંભા આસપાસના ગામો,  આજી-4 ડેમમાંથી  પાણી  છોડાતાં સંર્પુણપણે બેટમાં ફેરવાઇ ગયા છે. અને સંપર્કવિહોણા બની ગયા છે.ગામમાંથી 100 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ બચાવ કામગીરી ચાલુ છે. તો બાલંભા ગામમાં ખુદ કાલાવડના ધારાસભ્ય પણ ફસાયેલા છે. જોડીયામાં છેલ્લા 24 કલાક દરમ્યાન દસ ઇંચથી વધુનો વરસાદ ખાબકી ચુકયો છે. સ્થીતીની ગંભીરતાને જોતા જીલ્લા કલેકટરે જામનગર એરર્ફોસ પાસેથી બે હેલિકોપ્ટરની પણ મદદ માગી  છે. પરંતુ જયાં સુધી  સાનુકુળ વાતાવરણ ના થાય ત્યાં સૂધી આ મદદ મળવી અસંભવ છે. ત્યારે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જામનગર ફાયર બિગ્રેડ, રાજકોટ ફાયર બિગ્રેડ અને એન.ડી.આર.એફ.ની ટીમોની મદદ લેવાઈ રહી છે. 


તો, જામનગર જીલ્લામાં મેઘરાજાએ મહેર કરતા પાણીની સમસ્યા ઉકેલાઇ ગઇ છે. તો સાથેજ મેઘરાજાએ જામનગર તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે. જામનગર શહેરમાં સવારે 7 થી 8 વાગ્યા સુધી 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેને લીધે જામનગર મહાનગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખુલ્લી જવા પામી છે. શહેરના ગુરુદ્વારા,દિગ્વિજય પ્લોટ,ભોયવાડા,ઘાંચીની ખડકી વગેરે વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ જતા લોકોને ઘરમાંજ પુરાઇ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

Related News

જામનગર: આકાશમાંથી એકા-એક રોકેટ લોન્ચર નીચે પડતા લોકો ભયભીત, એરફોર્સ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો

જામનગર: આકાશમાંથી એકા-એક રોકેટ લોન્ચર નીચે પડતા લોકો ભયભીત, એરફોર્સ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો

ત્યારે આ ઘટનાથી સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતુ જે જગ્યા પર લોન્ચર પડ્યું તે...

માલધારીઓનો વ્હાઈટ વહીવટ, દ્વારકાના માલધારીઓમા નોટબંધીની કોઈ અસર જ નથી

માલધારીઓનો વ્હાઈટ વહીવટ, દ્વારકાના માલધારીઓમા નોટબંધીની કોઈ અસર જ નથી

ડીજીટલ ઈનડિયાનું સ્વપ્ન આ માલધારીઓએ તો કયારનું સાકાર કરી લીધું છે...

જામનગર વીજ ચોરી મામલો, મસમોટું કૌભાંડ, સરકારી રેકોર્ડની ચેકિંગસીટ ગાયબ

જામનગર વીજ ચોરી મામલો, મસમોટું કૌભાંડ, સરકારી રેકોર્ડની ચેકિંગસીટ ગાયબ

વીજચોરીની જીણવટભરી તપાસ કરતા અધિકારીઓની મીલિભગત હોય તેવુ સામે આવ્યુ હતુ...


loading...