Wednesday, 03, September, 2014

અર્બન હેલ્થ સેન્ટર માટે ભાડા કરાર ક્યારે ?

PUBLISHED: 11:11 AM, 19 Nov 2013 | UPDATED: 03:11 PM, 20 Nov 2013
http://vtvgujarati.com/news/03.jpgરાજય સરકાર દ્વારા ગાંધીધામમાં ત્રણ અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવાનો આદેશ કરાયો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ભારે મથામણ કરાયા બાદ ગણેશનગર વિસ્તારમાં આવેલી મહેશ્ચરી સમાજવાડીના ચાર રૂમ નકકી કરાયા છે. તેમ છતાં હજુ નગરાપાલીકા દ્વારા ભાડા કરાર કરવામાં આવ્યો નથી.

ગાંઘીઘામ સંકુલમાં અર્બન હેલ્થ સેન્ટરની સુવિધાનો અભાવ છે, ત્યારે સરકાર દ્વારા તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાનો આદેશ હોવા છતાં હજુ સુધી આ સેન્ટર શરૂ કરાયુ નથી. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર શહેરના ગણેશનગર વિસ્તારના મહેશ્ચરી સમાજ વાડીના ચાર રૂમ અર્બન હેલ્થ સેન્ટર માટે યોગ્ય હોઈ જે અંતર્ગત સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં આગેવાનોએ સમાજવાડીના ચાર રૂમ આપવાની તૈયારી દર્શાવી હતી. અર્બન હેલ્થ સેન્ટર બાબતે મહેશ્ચરી સમાજના પ્રમુખ પપ્પુભાઇ મહેશ્ચરીનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યુ હતુ કે, નગરપાલીકાના ચીફ ઓફિસર દ્વારા ડોકયુમેન્ટ માટે એક માસથી ધકકા ખવડાવામાં આવે છે. ચીફ ઓફિસરને યોગ્ય પુરાવા આપ્યા હોવા છતાં હજુ સુધી અર્બન હેલ્થ સેન્ટર માટે રૂમની મંજુરી આપવામાં આવી નથી.

નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ દ્વારા આરોગ્ય વિભાગ પાસે ચારેય રૂમ અર્બન હેલ્થ સેન્ટરને અનુરૂપ છે કે નહી, તે અંગે લેખિત રિપોર્ટ આપી દીધો હોવા છતાં છેલ્લા એક માસથી દસ્તાવેજના નામે કનડગત કરવામાં આવી રહી છે.

Related News

કચ્છથી ઝડપાયેલા નક્સલી મામલામાં વધુ ત્રણની અટકાયત

કચ્છથી ઝડપાયેલા નક્સલી મામલામાં વધુ ત્રણની અટકાયત

કચ્છમાંથી એક નક્સલીનું ઝડપાવું સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય...

ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલા ચાડવા રખાલ

ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલા ચાડવા રખાલ

હજારો એકરમાં પથરાયેલા ચાડવા રખાલમાં એક વિશાળ તળાવ આવેલું છે...

કચ્છમાં ઉદ્યોગગૃહોએ ટેક્સ હોલીડેનો લાભ લીધા બાદ પણ સ્થાનિકોને રોજગારી ન આપતા વિવાદ

કચ્છમાં ઉદ્યોગગૃહોએ ટેક્સ હોલીડેનો લાભ લીધા બાદ પણ સ્થાનિકોને રોજગારી ન આપતા વિવાદ

ઉદ્યોગગૃહો દ્વારા ટેક્સ બેનીફીટ મેળવવાની થયેલ શરતોના ઉલ્લંઘન અંગે સરકારમાં વારંવાર રજૂઆત છતાં...


Photos/Videos