બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ભારત / 14 વિદેશીઓ ભારતીય બન્યાં, CAA હેઠળ પહેલી વાર મળી નાગરિકતા, મળ્યાં સર્ટિફિકેટ

સર્વધર્મ સમભાવ / 14 વિદેશીઓ ભારતીય બન્યાં, CAA હેઠળ પહેલી વાર મળી નાગરિકતા, મળ્યાં સર્ટિફિકેટ

Last Updated: 05:54 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિકતા સંશોધન કાયદા હેઠળ લોકોને નાગરિકતા મળવા લાગી છે આ હેઠળ કેન્દ્ર સરકારે 14 લોકોને સર્ટિફિકેટ સોંપ્યાં છે.

નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ 14 લોકોને નાગરિકતા મળી છે. આ લોકો પડોશી દેશોના ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત આવ્યા હતા. આ કાયદા હેઠળ નાગરિકતા મેળવનારા આ પહેલા લોકો છે. ગૃહ મંત્રાલયે બુધવારે તેમને નાગરિકતા સંબંધિત દસ્તાવેજો સોંપ્યા અને તેમની અરજીને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ આ લોકોને નાગરિકતાના દસ્તાવેજો આપ્યા અને તેમને અભિનંદન આપ્યા.

બે મહિનામાં ઘણા લોકોએ કરી નાગરિકતાની અરજી

છેલ્લા બે મહિનામાં ગૃહ મંત્રાલયને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકો તરફથી ઘણી અરજીઓ મળી છે. આ લોકોમાં હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. આ લોકો તેમના દેશ ધાર્મિક અત્યાચારનો ભોગ બન્યા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવ્યા છે. આ તમામ લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવ્યા હતા.

11 માર્ચે અમલમાં આવ્યો હતો કાયદો

નાગરિકતા સંશોધન કાયદો આ વર્ષે 11 માર્ચે લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા અરજીની વિચારણા કરવામાં આવે છે. આ પછી મામલો રાજ્ય સ્તરના એમ્પાવર્ડ ગ્રુપ પાસે જાય છે. તેમની પાસેથી મંજૂરી મળ્યા બાદ આ અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલય લે છે. આ કાયદાના અમલ પછી પણ બંગાળના સીએમ મમતા બેનરજીને આ કાયદાને પડકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો CAA ભારતીય નાગરિકોના અધિકારો પર કોઈ અસર કરશે, તો તે તેની સામે ઊભા રહેશે. આ કાયદા અનુસાર ત્રણ પાડોશી દેશોમાંથી આવતા હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા મળશે.

વધુ વાંચો : 'હવે કાશ્મીરમાં શાંતિ આવી, તો PoKમાં....', બંગાળથી અમિત શાહની ગર્જના, મમતા બેનર્જીને લીધી આડેહાથ

નાગરિકતા માટે કેવી રીતે અરજી કરવી

ભારતની નાગરિકતા લેવા માગતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોએ સરકારને સંબોધીને અરજી કરવાની હોય છે. આ અરજી ઓનલાઈન સબમિટ કરવામાં આવે છે. આ સાથે તેઓ જે દેશમાંથી સ્થળાંતર કરીને આવ્યા છે તેના દસ્તાવેજો પણ બતાવવાના રહેશે. ખાસ કરીને ત્યાંની નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો બતાવવાના રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

CAA Citizenship Certificates CAA Citizenship CAA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ