બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / સુરત / 400 કરોડના બેનામી દસ્તાવેજ, 20 બેંક લોકર, જ્વેલરી...., અંતે સુરતની IT રેડ આજે પૂર્ણ

કાળુ નાણું / 400 કરોડના બેનામી દસ્તાવેજ, 20 બેંક લોકર, જ્વેલરી...., અંતે સુરતની IT રેડ આજે પૂર્ણ

Last Updated: 12:33 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં મોટું નામ ધરાવતા એશ્વર્યા ગ્રુપ સહિતનાં સ્થળો પર આઈટીનાં દરોડા પડવા પામ્યા હતા. આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થઈ જવા પામી છે. તપાસમાં કરોડોનાં દસ્તાવેજો મળી આવ્યા છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.

સુરતમાં એશ્વર્યા ગ્રૂપ સહિતનાં સ્થળો પર થોડા સમયે પહેલા આઈટી દ્વારા સાગમટે 12 જગ્યાએ રેડ પાડી કરચોરીની તપાસ હાથ ધરી હતી. સુરતમાં ટેક્સટાઈલ ગ્રુપ સાથે સંકળાયેલા ગ્રૂપનાં તમામ ભાગીદારો પર સાગમટે દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી તમામ સ્થળો પર તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. હિસાબોની તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા સેવાઈ રહી છે.

vlcsnap-2024-05-09-12h35m19s543

ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવશે

સુરતમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોલસા, ટેક્સટાઈલ ગ્રુપ પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્ટમટેક્ષ વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં પાડવામાં આવેલ દરોડામાં પાંચ દિવસ બાદ તપાસ પૂર્ણ થઈ છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા 400 કરોડનાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવશે. જેમાં 20 બેંક લોકર, 4 કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ હતી.

વધુ વાંચોઃ ગુજરાતમાં પાક નુકસાનીની પ્રાથમિક વિગતો મેળવવા નિર્દેશ આપી દેવાયા, ક્યાંક ડાંગરનો પાક પલળ્યો, તો ક્યાંક કેરી ખરી પડી

ક્યાં ક્યાં ફર્મ પર તપાસ હાથ ધરાઈ

ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા એસ.એન.ટ્રેડ લિંક, આદર્શ કોલ, તરણજ્યોત કોલ, વરેલીની એશ્વર્યા ડાયમંડ પર સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં જમીન ખરીદી વેચાણ, જમીનમાં રોકાણ, શેર માર્કેટમાં રોકાણ સહિતનાં દસ્તાવેજો મળી આવ્યા છે. ખર્ચો વધારવા માટે બિલ પણ ખરીદવામાં આવ્યા હોય તેવી આશંકા છે. તમામ હિસાબો કોડમાં રાખવામાં આવ્યા હતા. હિસાબોની તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

benami transactions Surat IT raid Aishwarya Group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ