બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / 'તારક મહેતા કા..'ની આ હસિના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, રેડ કાર્પેટ પર દેખાયો સુંદરતાનો જલવો

Cannes Film Festival / 'તારક મહેતા કા..'ની આ હસિના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, રેડ કાર્પેટ પર દેખાયો સુંદરતાનો જલવો

Last Updated: 02:23 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 શરૂ થઈ ગયો છે અને આ વખતે ભારતમાંથી ઘણા કલાકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ કાન્સમાં હાજરી આપવાના છે. એવામાં ટીવી શો તારક મહેતાની અભિનેત્રીની કાન્સ 2024ના રેડ કાર્પેટ પરથી તસવીરો સામે આવી છે.

77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 શરૂ થઈ ગયો છે અને આ ફેસ્ટિવલ 25મી મે 2024 સુધી ચાલશે જેમાં દુનિયાભરની પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. આ સાથે દર વખતની જેમ આ વર્ષે પણ આ ફેસ્ટીવલમાં વિશ્વભરમાંથી શાનદાર ફીચર અને ડોક્યુમેન્ટરી ફિલ્મોનું સ્ક્રીનીંગ થશે. ભારતમાં પણ આ ફિલ્મ ફેસ્ટિવલ ઘણો ક્રેઝ છે.

આ વખતે ભારતમાંથી ઘણા કલાકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ કાન્સમાં હાજરી આપવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કાન્સ 2024ના રેડ કાર્પેટ પરથી પહેલી ભારતીય અભિનેત્રીની તસવીરો સામે આવી છે. અભિનેત્રી અને ગાયિકા દીપ્તિ સાધવાનીએ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જાદુ બતાવ્યો છે, જેની ઘણી તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.

એક્ટ્રેસ અને સિંગર દીપ્તિ સાધવાની ફોટોઝે તેના સોશિયલ મીડીયા પર કાન્સ 2024ની તસવીરો પોસ્ટ કરી છે. દીપ્તિ સાધવાણીએ ઓરેન્જ કલરનું ફર ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. જાણીતું છે કે દીપ્તિ સાધવાણી એ ઘણા ટીવી શો, ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. દીપ્તિ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવા શોમાં જોવા મળી છે.

વધુ વાંચો: 'લોકો કંઇક ને કંઇક ભૂલ તો...', સંજય કપૂરના એક્સ્ટ્રા મેરિટલ અફેર પર પત્નીએ આ શું કહ્યું?

હાલ દીપ્તિનો કાન્સ 2024નો રેડ કાર્પેટ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ ફેન્સને ઐશ્વર્યા રાય બચ્ચન, અદિતી રાવ હૈદરી અને કિયારા અડવાણીના લુકની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cannes Film Festival 2024 Deepti Sadhwani Cannes 2024 Cannes Film Festival
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ