બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની રેસમાં વિદેશી ખેલાડીઓનો પણ દબદબો, આ બે નામ સૌથી આગળ

સ્પોર્ટસ / ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચની રેસમાં વિદેશી ખેલાડીઓનો પણ દબદબો, આ બે નામ સૌથી આગળ

Last Updated: 07:58 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક અહેવાલ અનુસાર, બીસીસીઆઈએ કોચના પદને લઈને રિકી પોન્ટિંગનો સંપર્ક કર્યો છે.

ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. દ્રવિડે કોચનું પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાથી, ટીમના નવા કોચની શોધને વેગ મળ્યો છે.

રિકી પોન્ટિંગનો સંપર્ક

નવા કોચના વિકલ્પ તરીકે બીસીસીઆઈએ માત્ર ભારતીય જ નહીં પરંતુ વિદેશી કોચ રાખવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. એક અહેવાલ અનુસાર, બીસીસીઆઈએ કોચના પદને લઈને રિકી પોન્ટિંગનો સંપર્ક કર્યો છે. પોન્ટિંગ ઉપરાંત ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગને પણ મુખ્ય કોચના સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યા છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂનના અંતમાં સમાપ્ત થાય છે, એટલે કે T20 વર્લ્ડ કપ 2024 પછી ભારતીય ટીમ નવા કોચના કોચિંગ હેઠળ રમતી જોવા મળશે.

સ્ટીફન ફ્લેમિંગનું નામ પણ રેસમાં

રિકી પોન્ટિંગ અને સ્ટીફન ફ્લેમિંગ ભારતીય ક્રિકેટ ટીમના આગામી કોચ બનવાની રેસમાં સૌથી આગળ છે. આ પહેલા ગેરી કર્સ્ટન અને જ્હોન રાઈટની આગેવાનીમાં ભારતીય ટીમે ઘણી સફળતા મેળવી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂનના અંતમાં સમાપ્ત થશે.

31 ડિસેમ્બર 2027 સુધીનો કાર્યકાળ

નવા કોચનો કાર્યકાળ 1 જુલાઈ 2024થી 31 ડિસેમ્બર 2027 સુધી રહેશે. આનો અર્થ એ થયો કે નવા કોચ પાસે 2027 વનડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે મજબૂત ભારતીય ટીમને તૈયાર કરવાની જવાબદારી હશે.

ઉલ્લેખનીય છે કે દ્રવિડનો કાર્યકાળ ગયા વર્ષે જ સમાપ્ત થવાનો હતો, પરંતુ તેમનો કરાર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી લંબાવવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ મુખ્ય કોચ પદ માટે અરજીઓ લેવાનું શરૂ કરી દીધું છે અને અરજીઓ માટેની છેલ્લી તારીખ 27 મેના રોજ રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ તો ટીમ ઇન્ડિયાનો કોચ એક વિદેશી બનશે? રેસમાં ગૌતમ અને વિરેન્દ્ર સહેવાગ પણ, જાણો શું છે BCCIનો પ્લાન

2018થી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કોચ છે રિકી પોન્ટિંગ

રિકી પોન્ટિંગ 2018થી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કોચ છે. રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયા માટે 2 વખત વિશ્વ કપ વિજેતા કેપ્ટન છે. તેમની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ 2003 અને 2007માં વિશ્વ કપ જીત્યો હતો. સ્ટીફન ફ્લેમિંગ 2009 થી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ના કોચ છે અને તેમનો કોચિંગનો અનુભવ ટીમ ઇન્ડિયા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

New Coach Ricky Pointing Indian Cricket Team Rahul Dravid
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ