બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / ટ્રાવેલ્સ છૂટી જતા દુષ્કર્મનો ભોગ બની રાજસ્થાનની યુવતી, અમદાવાદના હોમગાર્ડ જવાનની હેવા'નિયત'

ચોંકાવનારુ બન્યું / ટ્રાવેલ્સ છૂટી જતા દુષ્કર્મનો ભોગ બની રાજસ્થાનની યુવતી, અમદાવાદના હોમગાર્ડ જવાનની હેવા'નિયત'

Last Updated: 10:38 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતીએ પોલીસ સમજીને હોમગાર્ડ જવાનની મદદ માંગી હતી.. પરંતુ હોમગાર્ડ જવાને યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને મદદના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું..

અમદાવાદમાં એક યુવતીને મદદ કરવાના બહાને હોમગાર્ડ જવાને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. રાજસ્થાનની 24 વર્ષની યુવતી અમદાવાદમાં ફરવા માટે આવી હતી.. 12 મેના રોજ કાલુપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી ઉતર્યા બાદ યુવતી વૈષ્ણદેવી મંદિર, ગાંધી આશ્રમ, કાંકરિયા અને રીવરફ્રન્ટ માં ફરીને રાજસ્થાન પરત જવા ગીતામંદિર બસ સ્ટેન્ડ પહોંચી હતી.. પરંતુ રાજસ્થાન જતી ટ્રાવેલ્સ નીકળી ગઈ હતી..જેથી તે રિક્ષામાં નાના ચીલાડો જવા નીકળી હતી. પરંતુ રીક્ષા ચાલકે નોબલનગર ઉતારી દીધી હતી.

ખાખી વર્દીમાં અક્ષય રાઠોડ પોઇન્ટ પર ઉભો હતો

આ દરમ્યાન ખાખી વર્દીમાં અક્ષય રાઠોડ પોઇન્ટમાં ઉભો હતો..યુવતીએ પોલીસ સમજીને હોમગાર્ડ જવાનની મદદ માંગી હતી.. પરંતુ હોમગાર્ડ જવાને યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને મદદના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.. આ યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી છે.

આરોપી પરણિત અને દોઢ માસના બાળકનો પિતા

આરોપી હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ નરોડા વિસ્તારનો રહેવાસી છે.. પરિણીત અને દોઢ માસના બાળકનો પિતા છે.. 4 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો હતો..જ્યારે એક વર્ષથી હોમગાર્ડ તરીકે નોકરી કરે છે.. અક્ષય રાઠોડનો રાત્રે બંદોબસ્તનો પોઇન્ટ નોબલ નગર હતો.. જ્યારે યુવતી રાજસ્થાનની રહેવાસી છે અને અભ્યાસ કરે છે.. આ યુવતીની ટ્રાવેલ્સ છૂટી જતા આરોપી પોતાની બાઈક પર યુવતીને નાના ચિલોડા લઈ ગયો હતો પરંતુ ત્યાં પણ ટ્રાવેલ્સ નહિ મળતા યુવતીએ હોટલમાં રોકાવવાનું નક્કી કર્યું..

હોટલનો અડધો ખર્ચ આપવાનું કહેતા યુવતીએ ખર્ચો બચાવવા સ્વીકાર કર્યો..

હોમગાર્ડ જવાન યુવતીને નરોડા રિંગ રોડની હોટલમાં લઈ ગયો..અને યુવતીની એકલતાનો લાભ લઈને પોતાને પણ ઘરે નથી જવું. અહીંયા સુઈ જશે અને હોટલનો અડધો ખર્ચ આપવાનું કહેતા યુવતીએ ખર્ચો બચાવવા સ્વીકાર કર્યો..પરંતુ મોડી રાત્રે હોમગાર્ડ જવાનની નિયત બગડી હતી. અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું..પોતાનું રક્ષણ થશે તેવું સમજીને ખાખી વર્દીમાં જોઈને મદદ માગનાર યુવતીને હોમગાર્ડ જવાનનો ખરાબ અનુભવ થયો હતો...

આ પણ વાંચોઃ ડૉ વૈશાલી આપઘાત કેસ: હાઈકોર્ટે PI ખાચરની જામીન અરજી ફગાવી, સ્યુસાઈડ નોટનું સત્ય આવ્યું સામે

નરોડા પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપી આરોપી અક્ષય રાઠોડની ધરપકડ કરી છે.. સાથે જ યુવતી અને આરોપીના મેડિકલ તપાસ કરાવીને હોટલના CCTV ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Raped Hotel Rajasthan Girl
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ