બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / વડોદરા / વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોર્ટનો મહત્વનો નિર્ણય, એકસાથે 10 આરોપીઓના શરતી જામીન કર્યા મંજૂર

Vadodara / વડોદરા હરણી લેક દુર્ઘટના કેસમાં કોર્ટનો મહત્વનો નિર્ણય, એકસાથે 10 આરોપીઓના શરતી જામીન કર્યા મંજૂર

Last Updated: 06:54 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા સેશન્સ કોર્ટે બિનિત કોટિયા, ગોપાલ શાહ સહિત 10 આરોપીઓને શરતી જામીન આપ્યા

vadodara Harani Lake accident case : વડોદરા હરણી લેક દુર્ઘટના કેસના 10 આરોપીના શરતી જામીન મંજૂર કરાયા છે. વડોદરા સેશન્સ કોર્ટે બિનિત કોટિયા, ગોપાલ શાહ સહિત 10 આરોપીઓને શરતી જામીન આપ્યા છે. જો કે કોર્ટે આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કર્યા છે. અગાઉ હાઈકોર્ટે 4 મહિલા આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.

જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે 18 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. સ્કૂલ સંચાલકોએ આખરે પોતાની સ્કૂલે પ્રવાસ માટે DEO ની પરવાનગી લીધી ન હતી.

પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો થયેલો

વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે ખુલાસો થયો હતો.બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો હતો. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી મારી ગઈ હતી. તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્રે એક ટન વજનની હતી.

આ પણ વાંચોઃ હજુ તો એક મહિનો જ થયો છે, ત્યાં તો વડોદરામાં રોડ પીગળવાનો શરૂ, વાહનચાલકો તોબા-તોબા

હાઇકોર્ટે ઝાટકણી કાઢી હતી

વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લીધો છે. સાથે કડક શબ્દોમાં વડોદરા મનપાની ઝાટકણી કાઢી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા હતા. કોર્ટે જે તે સમયે સુનાવણી વખતે કહ્યુ હતુ કે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સહિત તમામ જવાબદારો સામે પગલા ભરો. ગુજરાત હાઈકોર્ટ પૂછ્યું કે બિન અનુભવી કોટિયાને પ્રોજેક્ટ કોણે આપ્યો? હરણી બોટનો કોન્ટ્રાક્ટર આપનારને બક્ષી ન શકાય. સરકાર સમગ્ર મુદ્દે તપાસ કરે. આ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણી થઈ.

સંકળાયેલા મુદ્દાઓ

હરણી તળાવ દુર્ઘટના કેસ HARNI BOAT TRAGEDY Harani lake boat incident case vadodara વડોદરા લેક દૂર્ઘટના આરોપી શરતી જામીન બોટ દુર્ઘટના વડોદરા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ