બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ભારત / ઝારખંડના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા આલમગીર આલમની ધરપકડ, નોકરના ઘેર રાખ્યાં 37 કરોડ

મની લોન્ડરિંગ / ઝારખંડના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા આલમગીર આલમની ધરપકડ, નોકરના ઘેર રાખ્યાં 37 કરોડ

Last Updated: 06:54 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડીએ હવે વધુ એક મોટા નેતાને ઝડપીને કસ્ટડીમાં લીધાં છે. ઈડીએ 37 કરોડની રોકડ જપ્તીના કેસમાં આ કાર્યવાહી કરી છે.

ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આલમગીર આલમના સેક્રેટરીના નોકરના ઘરેથી 37 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી, આ સંબંધમાં પહેલા તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ EDએ તેની ધરપકડ કરી હતી. EDએ મંગળવારે પણ આલમગીર આલમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમની આજે સવારે 11 વાગ્યાથી પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારબાદ EDએ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે. EDએ રવિવારે આલમગીરને સમન્સ પાઠવ્યું હતું. તેમને 14 મેના રોજ રાંચીની ઝોનલ ઓફિસમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. તે મંગળવારે ED સમક્ષ હાજર થયા હતા.

આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચારની ફરિયાદ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. જે બાદ મંત્રીના ખાનગી સચિવના નોકર પર દરોડા પાડવામાં આવ્યો હતો. જ્યારે EDને તેને ત્યાંથી 37 કરોડની રોકડ મળી હતી. આ નોકરનો પગાર ખાલી 15000 હજાર હતો.

વધુ વાંચો : ઝારખંડમાં EDનો સપાટો: મંત્રી PSના નોકરના ઘરેથી મળી આવ્યો કુબેરનો ખજાનો, હજુ નોટોની ગણતરી શરૂ!

આલમગીર આલમના સચિવના નોકરના ઘેરથી મળી રોકડ

મે મહિનામાં EDએ 10,000 રૂપિયાની લાંચના મામલે ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alamgir Alam arrest minister Alamgir Alam arrest Congress leader Alamgir Alam arrest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ