બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં, 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા બજારો બંધ રહેશે, વેપારી સંગઠનો દ્વારા કરાયો નિર્ણય

logo

હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

VTV / ગુજરાત / અમદાવાદ / નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

નવાજૂની / નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Last Updated: 01:30 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકોટનાં સાંસદ બિનહરીફ ચૂંટાયા હતા.

નાફેડની ચૂંટણીમાં એક બેઠક માટે 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 5 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચતા રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. નાર્ફેડનાં ડિરેક્ટર તરીકે મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા. 1 બેઠક માટે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિનહરીફ થયા હતા.

મોહન કુંડારિયાનાં સમર્થનમાં અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી

નાફેડની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં નહી આવે. તેમજ ભાજપ દ્વારા મોહન કુંડારિયાને સમર્થન કરવામાં આવશે. તેમજ અન્ય ઉમેદવારોને મોહન કુંડારિયાનાં સમર્થનમાં અન્ય ઉમેદવારોને સૂચના આપશે. ત્યારે ઈફ્કોની ચૂંટણીમાં મેન્ડેટ વિવાદ બાદ ભાજપે નવી રણનીતિ અપનાવી છે. અત્યાર સુધી ભાજપ સહકારી ચૂંટણીમાં પોતાનાં ઉમેદવારને મેન્ડેટ આપતી હતી. રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયી બિનહરીફ થઈ શકે છે. મોહન કુંડારિયાનાં સમર્થનમા અન્ય ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચશે. એક બેઠક માટે પાંચથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તમામ ઉમેદવારો ભાજપ તરફી હોવાથી ઉમેદવારી પરત ખેંચાશે. જેમાં પાંચમાંથી ત્રણ ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચવા રાજી છે. મહેશ પટેલે ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે વાતચીત કરી હતી. મહેશ પટેલે કહ્યું કે પક્ષ સૂચના આપશે તો ઉમેદવારી પરત ખેંચીશ.

mohan kundariya

એક બેઠક માટે પાંચ લોકોએ ફોર્મ ભર્યા

રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું છે. જયેશ રાદડિયાનાં નજીકના ગણાતા મોરબીનાં મગનભાઈ વડાવિયાએ પણ ફોર્મ ભર્યું છે. જ્યારે બનાસકાંઠાનાં અમૃતભાઈ દેસાઈ અને સાબરકાંઠાનાં મહેશ પટેલ તેમજ ખેડાનાં જશવંતભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે.

નાફેડની ચૂંટણી માટે સાંજ સુધી સ્પષ્ટ થશે સમગ્ર ચિત્ર

આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. નાફેડની ચૂંટણી માટે સાંજ સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ફોર્મ પરત નહી ખેંચાય તો ઈફ્કોવાળી થવાની શક્યતા છે. સહકારી સંસ્થાઓમાં પ્રદેશ ભાજપ મેન્ડેટ આપે છે. ત્યારે એક બેઠક માટે આગામી તા. 21 નાં રોજ દિલ્હી ખાતે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં નાફેડની કુલ 2 બેઠકો છે. એક બેઠક પર જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે.

jetha bharvad

એક બેઠક પર જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

ઈફકો બાદ હવે 21 મેએ દિલ્લી ખાતે નાફેડની ચૂંટણી યોજાવાની છે.નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એક બેઠક પર ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું છે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાની ટીકીટ કપાતા તેમણે નાફેડની ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ જયેશ રાદડિયાના નજીકના ગણાતા મોરબીના મગનભાઇ વડાવિયાએ ફોર્મ ભર્યું છે.

jayesh radadiya

વધુ વાંચોઃ પોઇચા: 20 કલાકની જહેમત બાદ અંતે એક મૃતદેહ NDRFને હાથ લાગ્યો, એકનો આબાદ બચાવ, હજુ 6ની શોધખોળ શરૂ

નાફેડની 21મી મેએ દિલ્લી ખાતે ચૂંટણી યોજાશે

આ ઉપરાંત બનાસકાંઠાના અમૃતભાઇ દેસાઇ, સાબરકાંઠાના મહેશ પટેલ અને ખેડાના જશવંતભાઇ પટેલે ફોર્મ ભર્યા છે..મોટાભાગના ઉમેદવારો ભાજપ તરફી છે. પરંતુ ઈફકોમાં મેન્ડેટનો વિવાદ થતાં નાફેડની ચૂંટણીમાં ભાજપે હજુ સુધી કોઈ મેદવારને મેન્ડેટ આપ્યો નથી..આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો ઉમેદવારો ફોર્મ પરત નહીં ખેંચે તો નાફેડની ચૂંટણીમાં પણ ઈફકોવાળી થવાની શક્યા છે. નાફેડની 21મી મેએ દિલ્લી ખાતે ચૂંટણી યોજાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Nafed Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ