બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાનો મામલો, જનાર્દન સ્વામીએ પોતાના પર લાગેલા આક્ષેપને નકાર્યા

ગીર ગઢડા / વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાનો મામલો, જનાર્દન સ્વામીએ પોતાના પર લાગેલા આક્ષેપને નકાર્યા

Last Updated: 04:16 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથનાં સમઢીયાળા ગુરુકુળનાં સ્વામી વિવાદ બાદ જનાર્દન સ્વામીએ પોતાનાં પર લાગેલા આક્ષેપને નકાર્યા છે. બાળકને સાધુ બનાવવા ઉશ્કેરતા હોવાની વાતને નકારી છે. તેજ અમે બાળકને સાધુ બનાવતા હોત તો અહીં વિદ્યાર્થીને બદલે સાધુઓ હોત. સાધુ બનવા માટે ચોક્કસ પ્રક્રિયા હોય છે.

સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો છે. બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપોને સ્વામીએ ફગાવ્યા છે. જનાર્દન સ્વામીએ જણાવ્યું હતું કે બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસી રહ્વાયા છીએ. જે ક્લીપ વાયરલ થઈ છે તેની તપાસ કરી રહ્યાં છીએ અને નાઈટ ક્રિકેટ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે..રાત્રે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમે છે એના માટે નાઈટ ક્રિકેટ શબ્દનો પ્રયોગ કર્યો છે..વાલીના તામમ પ્રશ્નોની ચર્ચા કરી સમાધાન કર્યું છે.

vlcsnap-2024-05-15-15h05m21s402

સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામીનો ખુલાસો

વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકૂળનાં જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બ્રેઈન વોશ સંસ્થામાં કરતા નથી. કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી. સાધુ બનવાની એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી બાળક પસાર થાય ત્યારે સાધુ બને છે. વાલી જ્યારે બાળકને અમને સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ. બાળક સોંપે પછી અમે બાળકની પરીક્ષા કરીએ છીએ. ત્યાર બાદ બે વર્ષ પાર્ષદમાં ટ્રેનિગ આપવામાં આવે છે. તેમાંથી પાસ થાય પછી સાધુ બનાવીએ છીએ. બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસવાની જરૂર છે. અહીંની કેળવણી અને સાચવણી અને ઘર કરતાં વિશેષ જમવાનું આપીએ છીએ. તેમજ દેખરેખ રાખીએ છીએ એટલા માટે બાળક અહીં આવવા પ્રયત્ન કરે છે. સાધુ બનવા માટે નહી. સારૂ શિક્ષણ અને સાચવણી મળે છે. નાઈટ ક્રિકેટ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. રાત્રે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમે છે એના માટે નાઈટ ક્રિકેટ શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્લીપની તપાસ કરી રહ્યાં છીએ.ક્લીપ મારી છે કે કોની છે તેની તપાસ કરી રહ્યાં છીએ. વાલીના તામમ પ્રશ્નોની ચર્ચા કરી સમાધાન કર્યું છે.

vlcsnap-2024-05-15-15h05m53s630

બાળક અવાર નવાર ગુરુકુળ જવાની જીદ પકડતો

ગીર ગઢડા તાલુકાના વડલી ગામે રહેતા અશોકભાઈ શિંગાળાનો પુત્ર મોટા સમઢીયાળા ગામે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ધો. 8 માં અભ્યાસ અર્થે મુકેલ હતો. ત્યારે આ ગુરુકુળમાં આ બાળક પોતે સ્વામીના સંપર્કમાં આવતા ભણવાની જગ્યાએ સ્વામી બનવાની ઈચ્છા ધરાવવા માંડ્યો હતો. કારણ કે અહીંયા રહેતા જનાર્દન સ્વામી નામના સાધુએ સ્વામી બનવાની પ્રેરણા આપતા અને આ નાના વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરવાનું શરુ કર્યું હતું. આ વિદ્યાર્થી ધો.8 થી 10 સુધી ત્રણ વર્ષ અભ્યાસ કર્યો ત્યાં સુધી બાળકે પોતાના ઘરની મોહ માયા મૂકી દીધી હતી અને ગુરુકુળથી પિતા ઘરે લઈ જાય તો બાળક ગુરુકુળ જવાની જીદ પકડતો અને પિતા ગુરુકુળ જવાની ના પાડે તો ખાવા પીવાનું છોડી દઈ અને એક રૂમમાં પુરાઇને રહેતો હતો.

વધુ વાંચોઃ સરકારી યોજનાનો અમલ માત્ર કાગળ પર! કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે વલખા

સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામીનો ખુલાસો

વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાના આક્ષેપ મામલે સમઢીયાળા સ્વામીનારાયણ ગુરૂકૂળનાં જનાર્દન સ્વામીએ ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બ્રેઈન વોશ સંસ્થામાં કરતા નથી. કોઈનાં કહેવાથી સાધુ થવાતું નથી. સાધુ બનવાની એક પ્રોસેસ હોય છે. પ્રોસેસમાંથી બાળક પસાર થાય ત્યારે સાધુ બને છે. વાલી જ્યારે બાળકને અમને સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ. બાળક સોંપે પછી અમે બાળકની પરીક્ષા કરીએ છીએ. ત્યાર બાદ બે વર્ષ પાર્ષદમાં ટ્રેનિગ આપવામાં આવે છે. તેમાંથી પાસ થાય પછી સાધુ બનાવીએ છીએ. બાળક અહીં આવવાની જીદ કરે છે તેનું કારણ તપાસવાની જરૂર છે. અહીંની કેળવણી અને સાચવણી અને ઘર કરતાં વિશેષ જમવાનું આપીએ છીએ. તેમજ દેખરેખ રાખીએ છીએ એટલા માટે બાળક અહીં આવવા પ્રયત્ન કરે છે. સાધુ બનવા માટે નહી. સારૂ શિક્ષણ અને સાચવણી મળે છે. નાઈટ ક્રિકેટ શબ્દનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. રાત્રે વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમે છે એના માટે નાઈટ ક્રિકેટ શબ્દનો પ્રયોગ કર્યો છે. ક્લીપની તપાસ કરી રહ્યાં છીએ.ક્લીપ મારી છે કે કોની છે તેની તપાસ કરી રહ્યાં છીએ. વાલીના તામમ પ્રશ્નોની ચર્ચા કરી સમાધાન કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Swami of Gurukul Gir Somnath Janardana Swami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ