બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / VTV વિશેષ / Mahamanthan / ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી વાતાવરણ કેમ થયું? ચોમાસામાં શું ફરક પડશે?

મહામંથન / ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી વાતાવરણ કેમ થયું? ચોમાસામાં શું ફરક પડશે?

Last Updated: 10:14 PM, 13 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવીટી થઈ રહી છે જે ચોમાસા પહેલાની એક્ટિવીટીનો જ ભાગ છે અને આ પાછળ મહારાષ્ટ્ર ઉપર બનેલી સિસ્ટમ જવાબદાર છે. જો આગાહીને સાચી માનીએ તો 14 અને 15મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે

ગુજરાતમાં અત્યારે તો ઠેર-ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદની અસર મોટેભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું માનીએ તો 16મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ રહેશે. અત્યારે ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવીટી થઈ રહી છે જે ચોમાસા પહેલાની એક્ટિવીટીનો જ ભાગ છે અને આ પાછળ મહારાષ્ટ્ર ઉપર બનેલી સિસ્ટમ જવાબદાર છે. જો આગાહીને સાચી માનીએ તો 14 અને 15મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે જેમા કેટલીક જગ્યાએ તો દોઢ ઈંચ જેટલા વરસાદની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. તો આ જ બે દિવસ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની પૂરી શક્યતા છે.ગુજરાતમાં ખેતીવાડી વિભાગ કમોસમી વરસાદ પછી જાગ્યો અને તાત્કાલિક ધોરણે ખેડૂતો અને APMC માટે સૂચનાઓ જારી કરી. હવે વરસાદી માહોલ જો 16મે સુધી જ યથાવત રહેશે તો ખેડૂતોના પાકના રક્ષણનું શું?. અત્યારે તલ, અડદ, મગ, મગફળી જેવા પાકને વધુ પડતું નુકસાન ન થાય તે માટે શું તકેદારી રાખવી. સંભવિત નુકસાનને વહેલી તકે ટાળી શકાય તેના માટે શું કરવું પડે?

ગુજરાતમાં કમોસમી વરસાદ

રાજ્યના અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કેટલાક સ્થળે કરા પણ પડ્યા તો ખેતીના પાકને નુકસાનની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો તો મધ્ય ગુજરાતમાં પણ કેટલાક સ્થળે વરસાદ પડ્યો છે, સંભવિત નુકસાની ટાળવા સરકારના પ્રયાસ હાથ ધર્યા છે.

હવામાન નિષ્ણાત શું કહે છે?

મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની છે તેમજ સિસ્ટમને ભેજનો સાથ મળતા વરસાદ પડ્યો છે તો અત્યારે ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ અને પ્રિ-મોન્સૂન એક્ટિવીટી છે. 16મે સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. કચ્છના કાંઠા વિસ્તારમાં 14 અને 15મેના રોજ વરસાદની શક્યતા તો વળી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ બે દિવસ વરસાદી માહોલ રહી શકે તેમજ 16મે પછી ફરી હીટવેવનો રાઉન્ડ આવશે

ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ?

ભાવનગર

બોટાદ

અમરેલી

ગીર-સોમનાથ

જૂનાગઢ

રાજકોટ

સુરેન્દ્રનગર

દ્વારકા

જામનગર

પોરબંદર

સાબરકાંઠા

બનાસકાંઠા

પાટણ

અરવલ્લી

વાંચવા જેવું: ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 14 જિલ્લામાં વરસાદ, જુઓ નુકસાનીનો ચિતા

ખેતી નિયામક વિભાગે શું કહ્યું?

પાક ખુલ્લામાં પડ્યો હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો, ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દેવો અને વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવા, બિયારણ ન નાંખવા. વરસાદના સમયે APMCમાં જણસી લાવવાનું ટાળવું તેમજ ખેડૂતો APMCમાં વેચાણ માટે આવ્યા હોય તો જણસીને સલામત સ્થળે રાખવી. વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર 18001801551 ઉપર સંપર્ક કરવો

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rain Unseasonal rainfall forecast Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ