બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / VTV વિશેષ / Mahamanthan / એજન્ટ વગર કેમ નથી થતા સરકારી કામ? ભાજપના ધરાસભ્યે ખોલ્યો મોરચો, કોનું પીઠબળ?

મહામંથન / એજન્ટ વગર કેમ નથી થતા સરકારી કામ? ભાજપના ધરાસભ્યે ખોલ્યો મોરચો, કોનું પીઠબળ?

Last Updated: 10:38 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાજ્ય સરકારે પોતાના તરફથી એક પ્રયાસ જરૂર કર્યો કે જેમાં આવકના દાખલાની મર્યાદા એક વર્ષને બદલે ત્રણ વર્ષ કરી જેથી અંતરિયાળ વિસ્તારના લોકોને દર વર્ષે આવકનો દાખલો રિન્યુ કરાવવામાંથી મુક્તિ મળે

2014માં એક ફિલ્મ આવી હતી ગબ્બર ઈઝ બેક. જેમા એક સંવાદનો અર્થ એવો થતો હતો કે જે સ્થાને ઉચ્ચ સત્તાધીશો બેઠા છે ત્યાં સામાન્ય માણસની ફક્ત અરજી પહોંચે છે અવાજ નહીં. કદાચ સરકારી કચેરીમાં પોતાના જ કામ કરાવવા માટે સામાન્ય માણસને જે પીડા થતી હશે તેને વર્ણવવા આનાથી વધારે કોઈ ચોટદાર સંવાદ નહીં હોય. પણ આપણે જે વાત કરવાની છે એમાં ચિત્ર જરા જુદુ છે કારણ કે જે અરજી એટલે કે અહીંના સંદર્ભે પત્ર લખવામાં આવ્યો છે તે સરકારી કચેરીમાં કામકાજની વ્યવસ્થાને લઈને જ છે અને પત્ર લખનાર પણ સામાન્ય માણસ નહીં પરંતુ ધારાસભ્ય કુમાર કાનાણી છે. કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે જેમાં સ્થાનિક સરકારી કચેરીમાં આવકના દાખલા માટે લોકોને ખાવા પડતા ધક્કા અને એજન્ટ તરફથી માત્ર થોડા જ કલાકના ગાળામાં કઢાવી આપતા દાખલા અંગે રજૂઆત કરવામાં આવી છે. કુમાર કાનાણી પણ દબાતા સ્વરે ભ્રષ્ટાચારની વાત જરૂર કરે છે પણ સરેરાશ સરકારી કચેરીની સ્થિતિથી સૌ કોઈ વાકેફ જ છે. રાજ્ય સરકારે પોતાના તરફથી એક પ્રયાસ જરૂર કર્યો કે જેમાં આવકના દાખલાની મર્યાદા એક વર્ષને બદલે ત્રણ વર્ષ કરી જેથી અંતરિયાળ વિસ્તારના લોકોને દર વર્ષે આવકનો દાખલો રિન્યુ કરાવવામાંથી મુક્તિ મળે. અહીં ચર્ચાનું કેન્દ્ર એ જ છે કે સરકારી કચેરીમાં એજન્ટ વગર કે રૂપિયા આપ્યા વગર મારું કામ નહીં થાય એવી માનસિકતા અથવા તો કહો કે એવો હાઉ લોકોના મનમાંથી દૂર થવો જ જોઈએ

અગવડતાનું ઉદાહરણ

સામાન્ય માણસને અગવડતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. સરકારી કચેરીની કામગીરી સામે લોકોનો ભરોસો પોકળ સાબિત થયો છે. સુરતની કલેક્ટર કચેરીની પોલ ધારાસભ્ય ખોલી છે. આવકના દાખલા માટે મોડી રાતથી લાઈન લાગતી હોવાનો આરોપ છે. એજન્ટને સાધી લેવામાં આવે તો 2 કલાકમાં દાખલો કાઢી આપતા હોવાનો આરોપ. સવાલ એ છે કે સરકારી કચેરીમાં રૂપિયા વગર કોઈ કામ નહીં થાય. જરૂરિયાતવાળા વ્યક્તિને જરૂર પડે ત્યારે આવકનો દાખલો નહીં નિકળે?

એજન્ટ રાજનો આરોપ કોણે લગાવ્યો?

કુમાર કાનાણી

ધારાસભ્ય, વરાછા રોડ

કુમાર કાનાણીએ શું કહ્યું?

કુમાર કાનાણીએ કહ્યું કે, કલેક્ટર કચેરીમાં આવકના દાખલા કઢાવવા લોકો ધક્કા ખાય છે, વહેલી સવારથી લોકો દાખલો કઢાવવા લાઈન લગાવે છે. 2-3 દિવસ જતા રહે તો પણ આવકનો દાખલો મળતો નથી. આગામી 10-15 દિવસમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે. ધોરણ 10-12 પછી આગળના અભ્યાસ માટે આવક-જાતિના દાખલાની જરૂર પડે. ઝડપથી આવક, જાતિનું પ્રમાણપત્ર મળે તે માટે એજન્ટનો સંપર્ક લોકો કરે છે. દાખલા માટેના ટોકન મર્યાદિત સંખ્યામાં મળે છે. લોકોને દાખલા માટે રાહ જોવી પડે એવી સ્થિતિ દર વર્ષે થાય છે. દર વર્ષે આવી સ્થિતિ ઉભી ન થાય તેના માટે પ્રયાસ કરવો પડે, એવી વ્યવસ્થા બને કે જેમાં આજે અરજી કરી અને આજે દાખલો મળી જાય. અમારી પાસે લોકો આવકનો દાખલો લઈ જાય છે. અમારા આધારે મામલતદાર કે તલાટી આવકનો દાખલો આપે છે. ધારાસભ્યએ આપેલો દાખલો સીધો જ શા માટે માન્ય રાખવામાં આવે છે? આવકના સોગંદનામા લેવાનો વિકલ્પ પણ વિચારી શકાય. વહીવટીતંત્રએ અંગત રસ લઈને આ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. વ્યવસ્થાના અભાવે એજન્ટ રાજ ઉભું થયું છે. ભ્રષ્ટાચાર ન થાય એના માટે મેં કલેક્ટરને પત્ર લખ્યો છે

સરકારે શું પ્રયાસ કર્યો?

2021માં રાજ્ય સરકારે સામાન્ય લોકોને થોડી રાહત આપતો નિર્ણય કર્યો છે. સરકારે આવકના દાખલો માન્ય રહેવાની મર્યાદા વધારી છે. રાજ્યમાં હવે આવકનો દાખલો 3 વર્ષ સુધી માન્ય રહેશે. અગાઉ આવકનો દાખલો એક વર્ષ સુધી જ માન્ય રહેતો હતો. સરકારનો નિર્ણય ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહત આપનારો છે

આવકના દાખલા માટે જરૂરી પુરાવા

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • છેલ્લું લાઈટબીલ
  • ભાડે રહેતા હોય તો ભાડા કરાર
  • બે પુખ્ત વયના પડોશીના આધાકાર્ડ
  • 3 રૂપિયાની કોર્ટની ટિકિટ
  • 50 રૂપિયાનો સ્ટેમ્પ
  • મેયર, સાંસદ, ધારાસભ્યમાંથી કોઈ એક પાસેથી મળતો આવકનો દાખલો
  • તમામ પુરાવાની ઝેરોક્ષ અને તેના ઉપર નોટરીના સહી-સિક્કા

વાંચવા જેવું: ગુજરાતમાં આજે ક્યાં કેવો વરસાદ? બફારામાંથી મળી રાહત, આગાહી પર કરો નજર

આવકના દાખલાની અરજી માટેની પ્રક્રિયા

ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવી તેમજ અપોઈન્ટમેન્ટની રસીદ અને જરૂરી પુરાવા સાથે રાખવા. પોતાના વિસ્તારની મામલતદાર કચેરી કે જનસેવા કેન્દ્ર ઉપરથી ફોર્મ લેવું, ફોર્મ ભર્યા બાદ 3 રૂપિયાની કોર્ટની ટિકિટ આગળના પાને ખાલી જગ્યા ઉપર ચોંટાડવી ત્યારબાદ અન્ય બધા ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફોર્મ સાથે જોડવા. ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયે તમામ ડોક્યુમેન્ટની ચકાસણી તલાટી પાસે કરાવવી. તલાટીના સહી-સિક્કા થયા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું, ફોટો પડાવીને રસીદ મેળવી લેવી અને રસીદમાં આવકના દાખલા મેળવવાની તારીખ જોઈને દાખલો મેળવી લેવો

સંકળાયેલા મુદ્દાઓ

Example Income MLA Kumar Kanani Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ