બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

VTV / ગુજરાત / ભાવનગર / સુરત / A sudden change in weather in Gujarat resulted in rainy weather

કમોસમી વરસાદ / ભર ઉનાળે વરસાદે ભારે કરી! ગુજરાતના આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ બદલાયું, આગાહી વિપરી

Vishal Khamar

Last Updated: 09:07 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં અમુક જીલ્લાઓમાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. રાજ્યનાં ભાવનગર, નવસારી તેમજ તાપીમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા.

ભાવનગરનાં વાતાવરણમાં અચાનક બદલાવ આવવા પામ્યો હતો. જેમાં શહેરનાં અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જકાતનાકા, વરતેજ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરનાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. 

ગણદેવી તાલુકાના બીલીમોરા સહિત વિસ્તાર વરસાદ 
નવસારી જીલ્લાનાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જીલ્લાનાં ગણદેવી તાલુકાનાં વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. ગણદેવી તાલુકાનાં બીલીમોરા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત મળી હતી. ગણદેવી સહિત વિસ્તારોમાં કેરી, ચીકુનાં પાકને નુકશાનની ભીતી સેવાઈ રહી છે. 

વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ 
તાપી જીલ્લાનાં વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો હતો. જીલ્લામાં વ્યારા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જીલ્લામાાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક આવેલા પલટાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત થવા પામી હતી. 

 ટીંટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મુક્યા
ઉનાળા ઋતુનો સમય ચાલી રહ્યો છે. અને ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોવે છે. એક લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરી શકાય છે. ત્યારે આવી જ સુરત શહેરની વચ્ચોવચ આવેલા શહેર પોલીસના પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીંટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મુક્યા છે. જાણકારોનું કહેવું છે કે, જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો ખૂબ સારો વરસાદ થાય છે અને ચાર મહિના સુધી વરસાદ આવશે. આ સાથે અન્ય જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન ઉપર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ