બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

VTV / મનોરંજન / બોલિવૂડ / આમિર ખાનને એક્સ વાઈફ રીના દત્તાએ મારી હતી જોરદાર થપ્પડ, તેનું કારણ ચોંકવનારૂ

મનોરંજન / આમિર ખાનને એક્સ વાઈફ રીના દત્તાએ મારી હતી જોરદાર થપ્પડ, તેનું કારણ ચોંકવનારૂ

Last Updated: 03:15 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્માના 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં આમિર ખાને કહ્યું કે જ્યારે મોટા પુત્ર જુનૈદનો જન્મ થવાનો હતો ત્યારે પૂર્વ પત્ની રીના દત્તાએ આમિર ખાનને હોસ્પિટલમાં થપ્પડ મારી હતી.

આમિર ખાન આ અઠવાડિયે નેટફ્લિક્સ શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. તેની બહેનો નિખાત અને ફરહત પણ શોમાં પહોંચી હતી. આ દરમિયાન મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને તેમના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો વિશે વાત કરી હતી.

વાતચીત દરમિયાન આમિર ખાને એક કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે જ્યારે અભિનેતાની પૂર્વ પત્ની રીના દત્તાએ પુત્ર જુનૈદના જન્મ સમયે તેમને થપ્પડ મારી હતી. જ્યારે કપિલ શર્માએ આમિર ખાનને લોકોના વર્તન પર નજર રાખવા અંગે પ્રશ્ન પૂછ્યો, ત્યારે અભિનેતાએ ચાહકોને એક રમૂજી ઘટના સંભળાવી, જે તેના પુત્ર જુનૈદના જન્મ સમયે બની હતી.

આમિર ખાને જણાવ્યું કે જ્યારે રીના જીને પ્રસૂતિની પીડા થઈ રહી હતી અને અમે હોસ્પિટલમાં હતા. પછી એક સારા પતિ તરીકે મેં તેને શ્વાસ લેવાની કેટલીક એક્સરસાઈઝ પ્રેક્ટિસ કરાવી અને જેમ જેમ પ્રસૂતિની પીડા વધી મેં તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પણ તેણે મને થપ્પડ મારી અને કહ્યું, 'આ બકવાસ બંધ કર!"

આમિર ખાને આગળ કહ્યું, 'તે સમયે મેં જોયું કે જ્યારે રીના ખૂબ જ પીડામાં હતી ત્યારે તેમના ચહેરા પરના હાવભાવ બિલકુલ અલગ હતા. જાણે કંઇક આશ્ચર્યજનક હોય. રીના જ્યારે જુનૈદને લઈને ઘરે આવી ત્યારે મેં તેને કહ્યું કે જ્યારે તને દુઃખાવો થતો હતો ત્યારે તું આશ્ચર્ય અને શોક્ડ હતી. એ સમયે પણ તેને ખૂબ જ ગુસ્સો આવ્યો કે મને પીડા થઈ રહી હતી અને તમે મારા હાવભાવ જોઈ રહ્યા હતા.

નોંધનીય છે કે આમિર ખાન અને રીના 16 વર્ષ સુધી સાથે રહ્યા અને પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. બંનેને બે સંતાનો પુત્ર જુનૈદ ખાન અને પુત્રી આયરા ખાન છે. આ પછી અભિનેતાએ ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જેમને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. લગ્નના 15 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લઈ લીધા છે.

વધુ વાંચો: મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આમિર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ 'લાપતા લેડીઝ' આ વર્ષે રીલિઝ થઈ હતી, જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી. કિરણ રાવે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આમિર ખાન છેલ્લે વર્ષ 2022માં આવેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો અને હવે તે 'સિતારે જમીન પર'માં જોવા મળવાના છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં આવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ