બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / મનોરંજન / બોલિવૂડ / મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

એક્શન / મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

Last Updated: 09:36 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાદેવ બેટિંગ એપ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે અને હવે આ યાદીમાં સાહિલ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. અભિનેતાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.

એક્સક્યુઝ મી એન્ડ સ્ટાઈલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. 15000 કરોડ રૂપિયાના મહાદેવ બેટિંગ એપ કેસમાં સાહિલ ખાન વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈ પોલીસની SITએ એક્ટર સાહિલ ખાનની છત્તીસગઢથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે હાઈકોર્ટે સાહિલ ખાનની જામીન અરજી ફગાવી દીધા બાદ આ ધરપકડ કરવામાં આવી છે.

સાહિલ ખાન મુંબઈથી ભાગી ગયો હતો

રિપોર્ટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અને ધરપકડમાંથી રાહત ન મળતા સાહિલ ખાન મુંબઈથી ભાગી ગયો હતો. લગભગ 40 કલાક સુધી પીછો કર્યા બાદ પોલીસે સાહિલની ધરપકડ કરી હતી. કહેવાય રહ્યું છે કે સાહિલ ખાન વારંવાર પોતાનું લોકેશન બદલતો હતો.

વધુ વાંચો: 'જાગવાનો સમય આવી ગયો છે...' સોનુ સૂદ વોટ્સએપથી કેમ નારાજ થયો? જાણો

અધિકારીઓએ જણાવ્યું કે છત્તીસગઢમાં તેની ધરપકડ બાદ અભિનેતા સાહિલ ખાનને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. જણાવી દઈએ કે, મહાદેવ સટ્ટાબાજીની એપમાં સાહિલ ખાન પહેલો ફિલ્મ સ્ટાર નથી. આ પહેલા પણ આ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સાહિલ ખાન લોટસ બુક 24/7 નામની સટ્ટાબાજી એપ્લિકેશન વેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ