બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / સ્પોર્ટસ / Cricket / ખબર પણ ન પડી અને ડાંડિયા ડૂલ! સિરાજે નાખ્યો ધાતક યોર્કર બોલ, અમદાવાદમાં મિયાં મેજિક દેખાયો

VIDEO / ખબર પણ ન પડી અને ડાંડિયા ડૂલ! સિરાજે નાખ્યો ધાતક યોર્કર બોલ, અમદાવાદમાં મિયાં મેજિક દેખાયો

Last Updated: 07:15 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી

IPL 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સ રોયલની ટક્કર ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. સાહા અને શુભમન ગિલ બેટિંગથી કંઈ ખાસ કરી શક્યા ન હતા. સાહા માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ગુજરાતના કેપ્ટનના ખાતામાં 16 રન આવ્યા હતા.

આઈપીએલ 2024માં મોહમ્મદ સિરાજનો ફ્લોપ શો પૂરો થઈ ગયો છે. સિરાજએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શાનદાર યોર્કર સાથે શાનદાર ફોર્મમાં પાછો ફર્યો છે. ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન શાહરૂખ ખાન સિરાજના આ સિઝનના સૌથી ઘાતક યોર્કરથી દંગ રહી ગયો છે. શાહરૂખ 30 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો.

ક્રિકેટર શાહરૂખ ખાન અને સાઈ સુદર્શન સાથે મળીને ગુજરાત ટાઇટન્સને મોટા સ્કોર તરફ લઈ જઈ રહ્યા હતા. ત્રીજી વિકેટ માટે બંને વચ્ચે ઝડપી બેટિંગ કરતા 86 રન જોડાયા હતા. શાહરૂખે પોતાની અડધી સદી પૂરી કરી હતી અને ક્રિઝ પર સંપૂર્ણ રીતે સેટ જોવા મળ્યો હતો. શાહરૂખ આરસીબીના બોલરોને પણ ખૂબ મારતો હતો. આ ભાગીદારીને તોડવા માટે કેપ્ટને 15મી ઓવરમાં બોલ મોહમ્મદ સિરાજને આપ્યો.

સિરાજે કેપ્ટનના વિશ્વાસને ટકાવ્યો

સિરાજ સંપૂર્ણપણે તેના કેપ્ટનના વિશ્વાસ પર ખરા ઉતર્યો અને તેણે બીજા સ્પેલના પહેલા જ બોલ પર શાહરૂખ ખાનની ઇનિંગ્સનો અંત લાવ્યો. સિરાજના હાથમાંથી નીકળેલા બેજોડ યોર્કરનો શાહરૂખ પાસે કોઈ જવાબ નહોતો. બોલ હવામાં લહેરાતો હતો અને બુલેટની ઝડપે બેટ્સમેનના મિડલ સ્ટમ્પ પર ઉડી ગયો હતો. શાહરૂખના એક્સપ્રેશનને જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે બોલને તે સમજી શક્યો ન હતો.

ગુજરાતની શરૂઆત ખરાબ રહી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. રિદ્ધિમાન સાહાએ પહેલી જ ઓવરમાં પોતાની વિકેટ આપી અને પેવેલિયન તરફ ચાલવા લાગ્યો. સાહા 4 બોલનો સામનો કર્યા બાદ માત્ર 5 રન બનાવી શક્યો હતો. તે જ સમયે કેપ્ટન શુભમન ગિલ પણ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને 19 બોલનો સામનો કર્યા પછી તે માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ