બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / સ્પોર્ટસ / Cricket / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા

IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા

Last Updated: 10:09 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને શનિવારે, 27 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમો પૈકીની એક મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને શનિવારે આ લીગમાં તેની 100મી મેચ રમી હતી. દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં તે 14 બોલમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. જો કે ઈશાનને તેની 100મી મેચમાં દંડનો સામનો કરવો પડ્યો છે.

ઈશાન કિશનને મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો

જણાવી દઈએ કે, આ મેચમાં MIને 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને શનિવારે, 27 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. BCCIએ કિશનને ઠપકો આપ્યો છે અને મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો છે.

BCCIની પ્રેસ રિલીઝ

BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, "કિશનએ IPL કોડ ઓફ કંડક્ટની કલમ 2.2 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો છે અને તેને આ ગુનો કબૂલ કર્યો છે અને મેચ રેફરીની મંજૂરી સ્વીકારી લીધી છે. આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘન માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે."

પ્રેસ રિલીઝમાં ભૂલની સ્પષ્ટતા કરી નથી

બોર્ડે વધુમાં કહ્યું કે, “ઈશાન કિશન પર આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1ના ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમાં ક્રિકેટના નિયમોની બહારની ક્રિયાઓનો સમાવેશ થાય છે, જેમાં જાહેરાત બોર્ડ, બાઉન્ડ્રી ફેન્સ અને અન્ય ફિક્સરને નુકસાન તેમજ મેચ દરમિયાન ક્રિકેટ સાધનોનો દુરુપયોગ સામેલ છે." જોકે, બીસીસીઆઈએ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા કરી નથી કે ઈશાન કિશને મેચ દરમિયાન કઈ ભૂલ કરી હતી.

વધુ વાંચો: રાજસ્થાન સામે જીતેલી મેચ હાર્યા બાદ કેએલ રાહુલનું દર્દ છલકાયું, જાણો હાર માટે કોને જવાબદાર ગણાવ્યો

કેવી રહી મેચ?

મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ દિલ્હી કેપિટલ્સે જેક ફ્રેઝર-મેકગર્કની તોફાની અડધી સદીની મદદથી 257 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં ડીસીનો આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે. જેક ફ્રેઝરે 27 બોલમાં 84 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 247 રન જ બનાવી શકી હતી. તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ