બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar: Alang shipbreaking industry collapses, unemployment rises due to recession

VIDEO / ભાવનગર: અલંગનો શિપબ્રેકિંગ ઉદ્યોગ ભાંગી પડ્યો, મંદીના કારણે બેરોજગારીનું પ્રમાણ વધ્યું

Vishal Khamar

Last Updated: 03:20 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરનો વિશ્વવિખ્યાત અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગ ફરી મંદીના મારમાં સપડાયો છે. જ્યાં 25 થી વધારે જહાજ ભંગાવા માટે આવતા હતા. ત્યાં હવે 5 પણ નથી આવતા. જેના કારણે હજારો લોકોની રોજી પણ છીનવાઈ છે. ત્યારે કેવા છે. શિપબ્રેકિંગ યાર્ડના હાલ. અને આ હાલત પાછળ કયા પરિબળો છે જવાબદાર.

વિશાળકાય જહાજોના રિસાયક્લિંગ અને ભંગાણ માટે અલંગ વિશ્વવિખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અલંગના જાણીતા શિપબ્રેકિંગ ઉદ્યોગને જાણે ગ્રહણ લાગ્યું છે. જેમાં હવે બાકી હતું તે ઇરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધના ભણકાર વાગી રહ્યા છે. સમુદ્રમાં હુથી આતંકવાદીઓના હુમલા વધી રહ્યા છે. આવા અનેક કારણો છે. જેની સીધી અસર અલંગ શીપબ્રેકિંગ યાર્ડ પર પડી રહી છે. સ્થિતિ એવી બની છે કે, દર મહિને 25 જહાજ ભંગાવા માટે આવતા હતા. ત્યાં હવે માત્ર 5 જહાજ આવી રહ્યા છે. અને અલંગ ઉદ્યોગ જાણે પડી ભાંગવાની કગારે પહોંચી ગયો છે.

મહિનામાં માત્ર 5 જહાજ આવે છે ભંગાવા
હાલ સ્થિતિ એવી પણ બની છે કે, ડોલરના ભાવ આસમાને પહોંચ્યા છે. અને આ કારણે વેપારીઓને જહાજોના વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. તેવામાં વેપારીઓ માટે તો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. સરકાર સહાય તો કરે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ગાડીને પાટે ચડવા નથી દેતી. એટલું જ નહીં હજારો પરપ્રાંતિઓએ કામ ન મળતા વતન તરફ હિજરત કરી છે. 

વધુ વાંચોઃ ભાવનગરમાં AAP ઉમેદવારનું અને અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ મંજૂર, ચૂંટણી અધિકારીની લીલી ઝંડી

ડોલરના વધતા ભાવે વેપારીઓની વધારી ચિંતા 
હાલ તો અલંગ શિપબ્રેકિંગ યાર્ડની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે તેવી બની છે. દરિયામાં આવતા ભરતી-ઓટની જેમ આ ઉદ્યોગ પણ હાલક-ડોલક થઈ રહ્યો છે. જેના કારણે ઉદ્યોગકારોની ચિંતાઓ સતત વધતી જઈ રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ