બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar ST bus service started in Kotiya village for first time after independence

વિકાસ / આઝાદી બાદ પ્રથમવાર ભાવનગરના કોટિયા ગામે પહોંચી ST બસ, ગ્રામજનોએ વાજતેગાજતે સામૈયું કર્યું

Vidhata

Last Updated: 03:51 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહુવા તાલુકાના કોટિયા ગામને આઝાદી પછી છેક હવે બસ મળી છે, ત્યારે પહેલી વખત આવેલી બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું.

ભાવનગર: એક તરફ જયારે ગુજરાતને વિકાસનું મોડલ ગણાવવામાં આવે છે, રાજ્યમાં આધુનિક સુખ સુવિધાઓ વધી રહી છે. જાહેર સેવાઓની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ જબરદસ્ત રીતે સુધરી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાંનાં લોકોએ ગામમાં ક્યારેય એસટી બસની સુવિધા જોઈ ન હતી. એમ તો આ વાત નવાઈ પમાડે એવી છે, કેમ કે એકબાજુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ગામને આઝાદીના 76 વર્ષ થયા છતાં એસટીની સુવિધા મળી ન હતી. ત્યારે હવે ગામમાં પ્રથમ વખત સરકારી બસ આવી ત્યારે ગ્રામજનોમાં ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો હતો. 

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. આ ગામના લોકોએ આઝાદી પછી પહેલી જ વાર પોતાના ગામમાં ST બસ જોઈ. પહેલી વખત આવેલી બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું. ત્યારે ગ્રામજનોએ વાજતેગાજતે બસનું સામૈયું કર્યું. આ ગામમાં ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ ST બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. 

વધુ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો

સરકારી બસની સુવિધા ગામમાં શરૂ થતા ગામના લોકોએ પહેલીવાર ગામે પહોંચેલી બસમાં બેસવાની મજા પણ માણી હતી. ગામના લોકોએ બસ અને બસના ડ્રાઈવર બંનેનું સામૈયા કરીને સ્વાગત કર્યું હતું. ગામની દીકરીઓ અને સાધુસંતોએ પણ ઘણા ઉત્સાહ સાથે બસના વધામણા કર્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ