બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

VTV / સ્પોર્ટસ / Cricket / મુંબઈ સામેની ચાલુ મેચમાં ઋષભ પંતે ચગાવી પતંગ, જુઓ વાયરલ વીડિયો

IPL 2024 / મુંબઈ સામેની ચાલુ મેચમાં ઋષભ પંતે ચગાવી પતંગ, જુઓ વાયરલ વીડિયો

Last Updated: 10:23 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં DCએ પ્રથમ બેટિંગ કરી અને 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા ત્યારે મેદાનમાં એક અનોખી ઘટના બની.

દિલ્હી તરફથી લિઝાદ વિલિયમ્સ પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. આ જ ઓવરમાં એક પતંગ ક્યાંકથી ઉડીને મેદાનમાં આવી ગયો હતો. આ ઘટનાને લઈને મેદાનમાં હાજર લોકોએ ભારે હોબાળો પણ કર્યો હતો. પતંગને મેદાનમાંથી બહાર કાઢતા પહેલા ઋષભ પંતે તેને હવામાં ઉડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. વાસ્તવમાં આ ઘટના મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પછી બની હતી.

સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને ફેન્સ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પહેલા રોહિત શર્માએ પતંગ ઉપાડીને ઋષભ પંતને આપ્યો. અમ્પાયરને પતંગ આપતા પહેલા પંતે પણ તેને ઉડાવી હતી. એક પ્રશંસકે તો મજાકમાં કહ્યું કે ઋષભ પંતને મેદાન પર પતંગ ઉડાડવા બદલ દંડ થવો જોઈએ. કેટલાક લોકો રોહિત અને પંતની આ ક્ષણને 'મસ્તી' કહી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સે IPLમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

દિલ્હી કેપિટલ્સે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં તેનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. આઈપીએલમાં ડીસીનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા દિલ્હીનો સર્વોચ્ચ સ્કોર 231 રન હતો, જે તેણે 2011માં પંજાબ કિંગ્સ સામે બનાવ્યો હતો. આ મેચમાં જેક ફ્રેઝર મેકગર્ક IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ચૂકી ગયો હતો. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 27 બોલમાં 84 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ