બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / સ્પોર્ટસ / ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ગૅરી કર્સ્ટન બન્યાં પાકિસ્તાનના નવા કોચ, પકડ્યોતો સચિનનો જોરદાર કેચ

ક્રિકેટ / ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ગૅરી કર્સ્ટન બન્યાં પાકિસ્તાનના નવા કોચ, પકડ્યોતો સચિનનો જોરદાર કેચ

Last Updated: 03:46 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ગૅરી કર્સ્ટનને પાકિસ્તાનના નવા કોચ બનાવાયાં છે.

ટી-20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ગૅરી કર્સ્ટનને પાકિસ્તાનની ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્સ્ટનના કોચિંગમાં ભારતીય ટીમે 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. ટી-20 વર્લ્ડ કપ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાવાનો છે.

ગેરી કર્સ્ટન IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો મેન્ટર

56 વર્ષીય ગેરી કર્સ્ટન હાલમાં IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો મેન્ટર છે. કર્સ્ટન ભારત ઉપરાંત સાઉથ આફ્રિકાની ટીમના હેડ કોચ તરીકે પણ ત્રણ વર્ષ સુધી જવાબદારી સંભાળી રહ્યા છે. કર્સ્ટનને ટી-20 વર્લ્ડ કપના એક મહિના પહેલા જ પાકિસ્તાનના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિકી આર્થર ખસી ગયા બાદ ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમના હેડ કોચનું પદ ખાલી હતુ. આર્થર બાદ મોહમ્મદ હાફીઝે ટીમ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી પણ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં કંગાળ દેખાવ બાદ તેની હકાલપટ્ટી પણ કરવામાં આવી હતી.

કોણ છે ગેરી કર્સ્ટન

ડાબોડી ઓપનિંગ બેટ્સમેન ગેરી કર્સ્ટન સાઉથ આફ્રિકા તરફથી 101 ટેસ્ટ મેચ રમ્યાં હતા. તેમણે 7289 રન ફટકાર્યાં હતા. આ સમયગાળા દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 275 રનનો હતો. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ગેરીએ 21 સદી અને 34 અડધી સદી ફટકારી હતી. ગેરી કર્સ્ટને 185 વન ડેમાં 6798 રન ફટકાર્યા હતા, જેમાં 13 સદી અને 45 અડધી સદી સામેલ છે. ગેરી કર્સ્ટનનો વન ડેમાં શ્રેષ્ઠ સ્કોર અણનમ 188 રન હતો. ગેરી કર્સ્ટન દક્ષિણ આફ્રિકાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. તેઓ શાનદાર ફિલ્ડર પણ હતાં.

કર્સ્ટને પકડ્યો હતો સચિનનો કેચ

એકવાર ગેરી કર્સ્ટને સચિન તેંડુલકરનો એવો કેચ પકડ્યો જે હજુ પણ ફેન્સના મનમાં હશે. કર્સ્ટને 1996માં ડરબનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિંગમાં શોન પોલોકના બોલ પર આ કેચ પકડ્યો હતો. કર્સ્ટનના કેચની ગણતરી ટેસ્ટ ક્રિકેટના શ્રેષ્ઠ કેચમાં થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ