બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 07:06 PM, 27 April 2024
ગયા શુક્રવારે શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે, વિવિધ કારણોસર કેટલાક શેરોમાં તોફાની વધારો જોવા મળ્યો હતો. આવો જ એક શેર જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો છે. આ શેરની જબરદસ્ત ખરીદી થઈ હતી અને ટ્રેડિંગ દરમિયાન તે 8.50 ટકા વધીને 92.34 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. ટ્રેડિંગના અંતે, શેરનો ભાવ 6.67% વધ્યો અને રૂ. 90.79 પર પહોંચ્યો. 20 ફેબ્રુઆરી 2024ના રોજ આ શેરની કિંમત 94.30 રૂપિયા હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. શેરની 52 સપ્તાહની નીચી સપાટી 40 રૂપિયા છે. આ કિંમત મે 2023માં હતી.
ADVERTISEMENT
નિષ્ણાતો શું કહે છે
શેરબજારના નિષ્ણાતો આ સ્ટોકને લઈને ઉત્સાહિત જોવા મળ્યા. શેર નિષ્ણાંતોના મતે આ શેર તેના હકારાત્મક વલણને આગળ ચાલુ રાખી શકે છે. ચાર્ટ સારા લાગે છે, અમે અપેક્ષા રાખીએ છીએ કે તે 98 રૂપિયાના લક્ષ્ય સુધી જશે. સ્ટોપ લોસ 81 રૂપિયા પર રાખીને તેને ખરીદી શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડના નવા KYC નિયમોથી છો પરેશાન? તો રોકાણકારોએ ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ ટિપ્સ
અન્ય એક શેરબજાર નિષ્ણાતે જણાવ્યું હતું કે નજીકના ગાળામાં જીએમઆર ઇન્ફ્રાના શેર રૂ. 100ના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. સ્ટોપ લોસ રૂ. 87 પર રાખવો જોઈએ. તેવી જ રીતે, Tips2Tradesના AR રામચંદ્રને જણાવ્યું હતું કે GMR એરપોર્ટ્સ દૈનિક ચાર્ટ પર રૂ. 87 પર મજબૂત સપોર્ટ સાથે બુલિશ દેખાય છે. ટૂંકા ગાળામાં તે 102 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે.
દેશના સૌથી મોટા એરપોર્ટ ડેવલપર્સ અને ઓપરેટર્સમાંથી એક
તમને જણાવી દઈએ કે GMR Airports Infra દેશના સૌથી મોટા એરપોર્ટ ડેવલપર્સ અને ઓપરેટર્સમાંથી એક છે. તે એનર્જી, ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રા સેક્ટરમાં એસેટનો મોટો પોર્ટફોલિયો ધરાવે છે. તે ભારતના બે સૌથી મોટા એરપોર્ટનું સંચાલન કરે છે - દિલ્હી અને હૈદરાબાદ. માર્ચ 2024 સુધીમાં, પ્રમોટરો કંપનીમાં 59.07 ટકા હિસ્સો ધરાવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT