બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / સ્પોર્ટસ / Cricket / GT vs RCB: કેમરોને પકડ્યો ગજબનો કેચ: વાયરલ થયા મેક્સવેલ અને કોહલીના રીએકશન, જુઓ વીડિયો

IPL 2024 / GT vs RCB: કેમરોને પકડ્યો ગજબનો કેચ: વાયરલ થયા મેક્સવેલ અને કોહલીના રીએકશન, જુઓ વીડિયો

Last Updated: 07:08 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. કેમેરોન ગ્રીને અદ્ભુત કેચ લઈને શુભમન ગિલની ઇનિંગ્સ પર પૂર્ણ વિરામ મૂક્યો હતો.

IPL 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટકરાશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. ટીમના બંને ઓપનિંગ બેટ્સમેન સસ્તામાં પેવેલિયન પરત ફર્યા છે. કેમેરોન ગ્રીને શાનદાર કેચ લઈને શુભમન ગિલની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. ગિલ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો.

ગ્રીને શાનદાર કેચ ઝડપ્યો

કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 18 બોલમાં 16 રન બનાવીને બેટિંગ કરી રહેલા શુભમન ગિલને પેવેલિયનનો રસ્તો બતાવવા માટે બોલ ગ્લેન મેક્સવેલને આપ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ગિલે લોંગ ઓન તરફ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગિલ બોલને સારી રીતે ટાઈમ કરી શક્યો નહોતો. લોંગ ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા કેમરન ગ્રીને બોલને પોતાની તરફ આવતો જોયો અને દોડીને ડાઇવિંગ કરીને શાનદાર કેચ લીધો. ગ્રીને કેચ લીધા બાદ મેક્સવેલ અને વિરાટ કોહલી મેદાનની વચ્ચે જોરશોરથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

સાહા પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. રિદ્ધિમાન સાહાએ પહેલી જ ઓવરમાં પોતાની વિકેટ આપી અને પેવેલિયન તરફ ચાલવા લાગ્યો. સાહા 4 બોલનો સામનો કર્યા બાદ માત્ર 5 રન બનાવી શક્યો હતો. તે જ સમયે, કેપ્ટન શુભમન ગિલ 16 રન બનાવીને આઉટ થયો હતો.

પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. ગ્લેન મેક્સવેલની ટીમમાં વાપસી થઈ છે. મેક્સવેલને છેલ્લી ઘણી મેચોથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાત સામે મેક્સવેલને તક આપવામાં આવી છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે આરસીબીએ ગુજરાત સામે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે. છેલ્લી મેચમાં ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ