બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / CCTVમાં કેદ થયા તારક મહેતાના 'સોઢી', આખરે તેઓએ મુંબઇની ફ્લાઇટ કેમ છોડી? આવી અપડેટ

મનોરંજન / CCTVમાં કેદ થયા તારક મહેતાના 'સોઢી', આખરે તેઓએ મુંબઇની ફ્લાઇટ કેમ છોડી? આવી અપડેટ

Last Updated: 02:17 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીની પ્રખ્યાત કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ હાલમાં ચર્ચાઓમાં છે. અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી લાપતા છે, એવામાં એમને લઈને એક નવી અપડેટ સામે આવી છે.

લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલથી ગાયબ છે. એવામાં તેમના પિતાએ દિલ્હી પોલીસમાં તેમના લાપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો છે.

સામે આવ્યા CCTV ફૂટેજ

આ ફૂટેજમાં ગુરુચરણ સિંહ રાત્રે 9.14 વાગ્યે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોકમાં ક્યાંક ચાલતા જોઈ શકાય છે. CCTVમાં ગુરુચરણ ચાલીને કશે જતા દેખાઈ રહ્યા છે, તેની પીઠ પર બેગ છે. આજે દિલ્હી પોલીસ ગુરુચરણ સિંહની બેંક વિગતોની તપાસ કરશે, જેમાંથી દિલ્હી પોલીસને ઘણી કડીઓ મળી શકે છે.

sodhi-f

5 દિવસથી ગુમ છે ગુરુચરણ

અભિનેતા ગુરચરણ સિંહના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલના રોજ સામે આવ્યા હતા. તેના પિતા હરગીત સિંહે કહ્યું કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસને તમામ દસ્તાવેજો આપ્યા છે, જેથી તેઓ ગુરુચરણને શોધવામાં મદદ કરી શકે. પોલીસે અભિનેતાના પરિવારને ખાતરી આપી છે કે તેઓ ગુરુચરણને જલ્દી શોધી લેશે.

એવી જાણકારી સામે આવી હતી કે અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. પછી પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધી છે. પોલીસને એક CCTV ફૂટેજ મળ્યા છે જેમાં અપહરણનો મામલો સામે આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ગુરચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો. તેની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ નથી પહોંચ્યો.

sodhi-1

25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસના હાથે હવે સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, જેમાં ગુરચરણ સિંહ જતા જોવા મળે છે. 24 એપ્રિલ સુધી અભિનેતાનો ફોન પણ કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું જણાવી રહ્યું છે. જ્યારે પોલીસે ફોનના ટ્રાન્ઝેક્શન કઢાવ્યા તો તેમને ઘણી અટપટી વસ્તુઓ મળી.

પિતાએ કહી આવી વાત

અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેણી પણ હોસ્પિટલમાં દાખલ હતી. પિતાએ કહ્યું કે હવે તે ઠીક છે અને ઘરે છે. આરામ કરી રહી છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. પરંતુ દરેક વ્યક્તિ સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યા છે. દરેક વ્યક્તિને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે- SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તે ગુરચરણને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરચરણ ઠીક હશે અને તે ખુશ હશે. તે અત્યારે જ્યાં પણ હોય, ભગવાન તેનું ભલું કરે.

વધુ વાંચો: સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ વિરૂદ્ધ લુકઆઉટ સર્કુલર જાહેર, લોરેન્સની પણ હવે ખેર નહીં!

જણાવી દઈએ કે ગુરચરણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકાએ જ તેમને લોકપ્રિય બનાવી દીધા હતા. દર્શકોને તેમનો બોલવાનો અંદાજ અને ખુશમિજાજ ખૂબ જ પસંદ આવ્યો હતો. વર્ષો સુધી આ શોનો ભાગ બની રહ્યા પછી તેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ