બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / ગુજરાત / 4 દિવસ દરિયામાં, ફાયરિંગ થયું, પટેલને મળી હતી માહિતી, આવી રીતે પકડાયું 600 કરોડનું ડ્રગ્સ

Operation / 4 દિવસ દરિયામાં, ફાયરિંગ થયું, પટેલને મળી હતી માહિતી, આવી રીતે પકડાયું 600 કરોડનું ડ્રગ્સ

Last Updated: 07:14 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેશન માટે ખાસ ટીમ બનાવાઇ હતી. આ ટીમ 4 દિવસ સુધી દરિયામાં રહી હતી.

પોરબંદર નજીક આંતર રાષ્ટ્રીય બોર્ડર પરથી એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના સંયુક્ત ઓપરેશનમાં 90 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સના આ જથ્થાની કિમત અંદાજે 600 કરોડ થવા જાય છે

ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એર ક્રાફટને મિશન માટે કામે લગાવાયા હતા

ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને એર ક્રાફટ મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેમણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથી.અને ટ્રેપ સફળ થઈ હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી.

કઇ રીતે પાર પાડ્યું ઓપરેશન

ડીજીપી વિકાસ સહાય દ્વારા આ સમગ્ર ઓપરેશનની માહીતી આપતી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે 21 તારીખે કે.કે.પટેલને માહિતી મળી હતી કે હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ પાકિસ્તાનથી ડ્રગ્સ મોકલવાનો છે. આ ડ્રગ્સ તમિલનાડુથી દરિયાઇ માર્ગે જશે તેવી બાતમી મળી હતી. જે બાદ ઓપરેશન માટે ખાસ ટીમ બનાવાઇ હતી. આ ટીમ 4 દિવસ સુધી દરિયામાં રહી હતી.. આ દરમ્યાન પાકિસ્તાનની અલ રઝા નામની બોટ 26 એપ્રિલે લોકેટ કરવામાં આવી હતી. આરોપીઓ પકડાયા ત્યારે તેઓ ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકવા લાગ્યા હતા. જે દરમ્યાન ઇન્ડિયન કોસ્ટગાર્ડે ફાયરિંગ કર્યુ હતું. જે બાદ પાકિસ્તાની બોટમાં રહેલા લોકોએ સરેન્ડર કર્યુ હતું. અને 14 પાકિસ્તાનીઓની અટકાયત કરાઇ હતી.

કુલ 78 પેકેટમાં 86 કિલો હેરોઇન મળ્યું

આરોપીઓ પાસેથી કુલ 78 પેકેટમાં 86 કિલો હેરોઇન મળ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 602 કરોડ રૂપિયા જેટલી થાય છે. સમગ્ર ઓપરેશન દરમ્યાન 14 આરોપીઓ પૈકિ એક નાઝર હુસૈન ઇજાગ્રસ્ત થયો હતો.. જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આગામી સમયમાં જપ્ત કરાયેલી બોટને પોરબંદર લાવવામાં આવશે.

આ પહેલા શનિવારે 230 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું

આ પહેલા ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે શનિવારે ગાંધીનગર અને રાજસ્થાનમાં મોટી કાર્યવાહી કરી 230 કરોડની કિમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો .. ગુજરાતના એક અને રાજસ્થાનના બે સ્થળો પર એટીએસએ દરોડા પાડ્યા હતા. જેમાં 25 કિલો એમડી ડ્રગ્સ સાથે 10થી વધુ આરોપીઓની ધરપકડ કરાઇ હતી.

ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઓપરેશન થકી ડ્રગ્સનો આ મોટો જથ્થો ઝડપી લેવાયો અને નશાનો કારોબાર કરતા ડ્રગ માફીયાઓના મનસુબા પર પાણી ફેરવી દેવાયુું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ