બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
Last Updated: 05:06 PM, 28 April 2024
લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલાં કર્ણાટકના સાંસદ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર રેવન્નાનો કથિત અશ્લિલ વીડિયો વાયરલ થતાં રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કર્ણાટકના હસનના સાંસદ રેવન્નાએ આ વીડિયોને ફેક ગણાવીને પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
વધુ વાંચો : 3000 વર્ષની કબરમાં એવું ગોઠવ્યું કે ખોદવાં જાય તે મરી જાય, ખોદતાં 20 લોકો-કૂતરો મર્યાં
શું છે વીડિયોમાં
વીડિયોમાં પ્રજવલ રેવન્ના કોઈ મહિલા સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહ્યાં છે જોકે તેમણે વીડિયો ફેક અને મોર્ફેન હોવાનો દાવો કર્યો છે.
કર્ણાટક સરકારે તપાસ ટીમ બનાવી
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કૌભાંડની તપાસ માટે વિશેષ તપાસ ટીમને બોલાવ્યાના એક દિવસ બાદ તેમણે એફઆઈઆર દાખલ કરી હતી. સરકારે પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વિડિયો કેસના સંબંધમાં વિશેષ તપાસ ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાસન જિલ્લામાં અશ્લીલ વિડિયો ક્લિપ્સ ફરતી થઈ રહી છે, જ્યાં એવું લાગે છે કે મહિલાઓનું યૌન શોષણ થયું છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
રેવન્ના જર્મની ગયાં
અહીંયા સેક્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં રેવન્ના જર્મનીના પ્રવાસે ઉપડી ગયાં છે પરંતુ રાજનીતિમાં ભારે ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે જેડીએસે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસ સાથે સંબંધો તોડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT