બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / NRI News / Making video money-saving trick became difficult boss fired him, watch video

VIDEO / રૂપિયા બચાવવાની ટ્રિકનો વીડિયો બનાવવો ભારે પડ્યો, બોસે નોકરીમાંથી કાઢી મૂક્યો, જુઓ વીડિયો

Ajit Jadeja

Last Updated: 06:18 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યવસાયે ડેટા સાયન્ટિસ્ટ એવા આ વ્યક્તિની વાર્ષિક આવક 81 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય મૂળના આ વ્યક્તિને કેનેડામાં તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આ વ્યક્તિએ વીડિયોમાં પૈસા બચાવવાની યુક્તિ બતાવી હતી, જેણે કેનેડામાં ખળભળાટ મચાવ્યો હતો અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

ફ્રી ફૂડ ખાઈને બચત

પૈસા બચાવવા માટે એક વ્યક્તિએ એક યુક્તિ અપનાવી, જેની કિંમત તેણે નોકરી ગુમાવીને ચૂકવવી પડી. વ્યવસાયે ડેટા સાયન્ટિસ્ટ એવા આ વ્યક્તિની વાર્ષિક આવક 81 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. હાલમાં જ આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે કેવી રીતે તે ફ્રી ફૂડ ખાઈને એક અઠવાડિયામાં ઘણા પૈસા બચાવી રહ્યો છે. પરંતુ કદાચ તેને ખ્યાલ નહોતો કે આ વીડિયો વાયરલ થતાની સાથે જ તે નોકરી ગુમાવશે.

મફતમાં ખોરાકનો વીડિયો બનાવ્યો

હવે તમે વિચારતા હશો કે આ વ્યક્તિએ એવું શું કહ્યું જેના કારણે તેણે કથિત રીતે નોકરી ગુમાવી દીધી. મેહુલ પ્રજાપતિ નામના આ વ્યક્તિએ કહ્યું કે જ્યાંથી તેને મફતમાં ખોરાક મળે છે તે વાસ્તવમાં ચેરિટી ફૂડ બેંકો છે જે કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ, ચર્ચ અને એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ મુદ્દાને લઈને પહેલા ઈન્સ્ટાગ્રામ અને પછી સોશિયલ સાઈટ પર ચર્ચા થઈ હતી.

 

સોશિયલ મિડિયા પર વીડીયો

મેહુલનો વીડિયો સોશિયલ મિડિયા પર શેર કરીને યુઝરે ફરિયાદ કરતા લખ્યું છે કે, આ વ્યક્તિ ટીડી બેંક ઑફ કેનેડામાં ડેટા સાયન્ટિસ્ટ છે. વાર્ષિક પગાર 98,000 ડોલર (એટલે ​​​​કે અંદાજે 81 લાખ) છે અને જુઓ કે તે કેટલા ગર્વથી કહી રહ્યો છે કે તેને ચેરિટી ફૂડ બેંકમાંથી કેટલું મફત ભોજન મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિરોધ બાદ મેહુલને કેનેડામાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જો કે આ વાતની અમે પુષ્ટી કરતા નથી.

વધુ વાંચો : કેમિકલયુક્ત રંગોની આડઅસરથી બચવા આ ઉપાય અપનાવશો તો સ્કીનને નહીં આવે આંચ

એક અહેવાલ મુજબ મેહુલના પરિવારે આ વાતને નકારી કાઢી છે. તે કહે છે કે મેહુલે કંપનીમાં માત્ર ઇન્ટર્નશિપ કરી હતી, જે ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઈ હતી. તેની પાસે કોઈ નોકરી નથી.હવે તમે વિચારતા હશો કે આ વ્યક્તિએ એવું શું કહ્યું જેના કારણે તેણે કથિત રીતે નોકરી ગુમાવી દીધી. મેહુલ પ્રજાપતિ નામના આ વ્યક્તિએ કહ્યું કે જ્યાંથી તેને મફતમાં ખોરાક મળે છે તે વાસ્તવમાં ચેરિટી ફૂડ બેંકો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ