બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

VTV / લાઈફસ્ટાઈલ / જો રોજ સવારમાં ઉઠતાવેંત કરી લેશો આ 5 કામ, તો વગર જીમ ગયે ઘટી જશે વજન!

લાઇફસ્ટાઇલ / જો રોજ સવારમાં ઉઠતાવેંત કરી લેશો આ 5 કામ, તો વગર જીમ ગયે ઘટી જશે વજન!

Last Updated: 02:56 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે તમારી જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરવા પડશે. સવારે ઉઠ્યા પછી, તમારે નિયમિતપણે કેટલાક કામ કરવા પડશે.

વધતું વજન કોઈને પણ પરેશાન કરી શકે છે. સ્થૂળતા તેની સાથે બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ લાવે છે. આ બીમારીઓ ધીમે ધીમે તમારા શરીરને ખોખલું બનાવી દે છે. ત્યારે લોકો સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે ઘણી રીતો અપનાવે છે. વજન ઘટાડવા માટે લોકો પૈસા પણ પાણીની જેમ ખર્ચવા તૈયાર થઈ જાય છે. ડાયેટ ફોલો કરવાની હોય કે જીમમાં જવાનું હોય, લોકો વજન ઘટાડવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. પરંતુ ઘણી વખત આટલા પ્રયત્નો પછી પણ વજન ઓછું થતું નથી અને લોકો નિરાશ થવા લાગે છે. જો તમે ખરેખર વજન ઘટાડવા ઇચ્છો છો, તો તમારે તંદુરસ્ત આહાર અને કસરતની સાથે જ જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરવા પડશે. તંદુરસ્ત આહાર માટે, ડાયેટમાં પ્રોટીન, ફાઇબર અને તમામ પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરવો પડશે. ત્યારે આજે જાણીએ સવારની એવી 5 આદતો વિશે કે જેને જો તમે તમારી દિનચર્યામાં સામેલ કરશો તો જિમ ગયા વગર થોડા મહિનામાં જ સ્થૂળતાથી છુટકારો મળી શકે છે.

water

સવારે ઉઠતાની સાથે જ ચાલવા જતા પહેલા એક-બે ગ્લાસ પાણી પી લો.સવારે ઉઠીને જો હુંફાળું પાણી પીવો છો તો શરીરનું મેટાબોલિઝમ પણ સુધરશે. સારા મેટાબોલિઝમને કારણે તમારું પાચનતંત્ર સારું રહેશે. હૂંફાળું પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે, જે શરીરમાં વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને તમને ફિટ રાખે છે. જો તમે ઈચ્છો તો લીંબુ અને મધ મિક્સ કરીને હુંફાળું પાણી પણ પી શકો છો. આ સિવાય તમે ઇચ્છો તો સવારે હર્બલ ટી પણ પી શકો છો.

સવારની કસરત ક્યારેય ચૂકશો નહીં, તે મેટાબોલિઝમ સુધારે છે. સારું મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મદદ કરે છે. સવારે ધ્યાન અથવા શ્વાસોચ્છવાસની કસરત કરો. તેનાથી તમારો તણાવ ઓછો થશે. વધુ પડતા તણાવથી વજન વધવાની શક્યતા વધી જાય છે.

morning-yoga

રોજ સવારે ઉઠીને ઓછામાં ઓછા 20 મિનિટ સૂર્યના પ્રકાશમાં ચાલવું જોઈએ. આનાથી વજન ઝડપથી ઘટે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે જે લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય છે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે. એટલા માટે સવારના કુમળાં તડકામાં ચાલવાથી શરીરને વિટામીન ડી મળે છે. જે શરીર અને ત્વચા માટે સારું હોય છે.

યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરો. દરરોજ યોગ કરવાથી શારીરિક અને માનસિક તણાવ ઘટે છે, જેના કારણે વજન સરળતાથી ઓછું થવા લાગે છે. સૂર્ય નમસ્કાર, કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવા યોગાસનો અને પ્રાણાયામ કરવા જોઈએ, જેનાથી તણાવ ઘટે છે અને તમને રિલેક્સ ફિલ થાય છે.

healthy-diet

સવારના નાસ્તામાં માત્ર પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે ઈંડા અને પ્રોટીન શેકનું સેવન કરો. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. પેટ ભરેલું લાગવાથી વારંવાર ખાવાની ઇચ્છા નહીં થાય, જે વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થશે. તમે તમારા નાસ્તામાં સોયા, બીન્સ, સ્પ્રાઉટ્સ, દહીંને પણ સામેલ કરી શકો છો. દરરોજ સવારે તમારા ભોજન અને નાસ્તાની યોજના કરવાની ખાતરી કરો. તમારી ડાયેટમાં એવા ખોરાકનો સમાવેશ કરો જેમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય.

વધુ વાંચો: વિટામિન C થી ભરપૂર લીંબુ પાણી આ લોકોએ ન પીવું, શરીરમાં થઈ શકે અનેક સમસ્યા

દરેક દિવસ માટે એક ધ્યેય સેટ કરવો જોઈએ. જ્યાં સુધી તમે તમારા ધ્યેય વિશે ગંભીર અને જાગૃત ન હોવ, ત્યાં સુધી તમે તેને પ્રાપ્ત કરી શકશો નહીં. તમે શું કરી રહ્યા છો, કેટલું અને શું ખાઓ છો, ખાતી વખતે પણ તમે શું વિચારી રહ્યા છો, આ બધું તમારા શરીર પર અસર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ