બ્રેકિંગ ન્યુઝ
Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
VTV / વિશ્વ / એક એવી જગ્યા જ્યાં 'પાતાળ લોક'માંથી દરરોજ નિકળે છે 5 લાખનું સોનું, પરંતુ અહીં જવું અશક્ય
Last Updated: 02:25 PM, 28 April 2024
દુનિયામાં સોનાની ઘણી ખાણો છે, જ્યાંથી કરોડોનું સોનું કાઢવામાં આવે છે. જેમાં ભારત અને ચીન સહિત અમેરિકાથી લઈને આફ્રિકા અને એશિયાના ઘણા દેશો સામેલ છે. આપણે સૌ જાણીએ જ છીએ કે પૃથ્વીની અંદર સોનું છુપાયેલું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીની નીચે ઘણી કિંમતી વસ્તુઓ હોઈ શકે છે, પરંતુ મનુષ્ય માટે ત્યાં સુધી પહોંચવું શક્ય નથી. આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં 'પાતાળ લોક'માંથી દરરોજ લાખોનું સોનું નીકળે છે, પરંતુ ત્યાં પહોંચવું લગભગ અશક્ય છે.
આ સ્થળ એન્ટાર્કટિકામાં આવેલું છે. આઈએફએલ સાયન્સના રિપોર્ટ અનુસાર, એન્ટાર્કટિકામાં એક સક્રિય જ્વાળામુખી પર્વત છે, જેનું નામ માઉન્ટ એરેબસ છે. આ જ્વાળામુખી દરરોજ સોનાની ધૂળ ઉડાડે છે. એવું માનવામાં આવે છે કે આ સોનાની ધૂળની કિંમત 6 હજાર ડોલર એટલે કે લગભગ 5 લાખ રૂપિયા છે. જો કે, અહીં પહોંચવું શક્ય નથી, કારણ કે માઉન્ટ એરેબસ એન્ટાર્કટિકામાં હાજર 138 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. નિષ્ણાતોના મતે, આ જ્વાળામુખી દરરોજ લગભગ 80 ગ્રામ સ્ફટિકિત સોનું ધરાવતા ગેસને બહાર કાઢવા માટે જાણીતો છે. આ કિંમતી ધૂળ 12,448 ફૂટની ઊંચાઈ પર ઉડે છે.
અવકાશ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી નિયમિતપણે ગેસ અને વરાળનું ઉત્સર્જન કરે છે અને કેટલીકવાર ખડકો પણ ફેંકે છે. ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટી ખાતે લેમોન્ટ-ડોહર્ટી અર્થ ઓબ્ઝર્વેટરીના કોનર બેકને લાઈવ સાયન્સને જણાવ્યું કે આ જ્વાળામુખી 1972થી સતત ફાટી રહ્યો છે, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે તે લાખો વર્ષોથી સક્રિય છે.
માઉન્ટ એરેબસની શોધ 1841માં થઈ હતી. આ પર્વતનું નામ કેપ્ટન જેમ્સ ક્લાર્ક રોસે તેમના જહાજ એરેબસના નામ પરથી રાખ્યું હતું. તે એક સંશોધક હતો અને તેના એન્ટાર્કટિક અભિયાન પર નીકળ્યો હતો. જો કે અત્યાર સુધી ઘણા લોકો આ પર્વત પર ચડી ચૂક્યા છે, પરંતુ જ્વાળામુખી સુધી ગયા નથી, કારણ કે આમ કરવું એ મૃત્યુના મુખમાં જવા જેવું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT