બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

VTV / ગુજરાત / ભાવનગર / One more death due to swine flu in Bhavnagar

ફફડાટ / સ્વાઈન ફ્લુએ લીધો વધુ એકનો ભોગ, બે દિવસ પહેલા પણ થયું હતું એક મહિલાનું મોત

Vishal Khamar

Last Updated: 09:59 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જીલ્લામાં સ્વાઈન ફ્લૂથી સારવાર હેઠળ રહેલ મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે અચાનક સ્વાઈન ફ્લૂનાં કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

રાજ્યમાં ધીમે ધીમે સ્વાઈન ફ્લૂનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર જીલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી વધુ એક વૃદ્ધનું મોત થતા લોકો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ત્યારે બે દિવસ પહેલા એક મહિલાનું સ્વાઈન ફ્લૂનાં કારણે મોત થયું હતું. જ્યારે ગઈકાલે ઘોઘાના વૃદ્ધનું સ્વાઈન ફ્લૂથી મોત થયું હતું. 

ફાઈલ ફોટો

ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યું આંક બે પર પહોંચ્યો
મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 55 વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લુથી સર.ટી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જે બાદ 57 વર્ષીય વૃદ્ધા પણ સ્વાઈન ફ્લૂ પોઝીટીવ આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ત્યારે ભાવનગરમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યું આંક બે પહોંચ્યો હતો. 

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી
ભાવનગરમાં સ્વાઈન ફ્લૂનાં બે દર્દીઓનાં મોત થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. તેમજ દર્દીઓનાં સંપર્કમાં આવેલ તમામ લોકોનાં આરોગ્યની તપાસ હાથ ધરી હતી. 

ગત રોજ વડોદરામાં સ્વાઈન ફ્લૂથી વૃદ્ધાનું મોત નિપજ્યું હતુ
વડોદરામાં સ્વાઇન ફલૂએ ફરી ઉંચક્યું માથું છે. સ્વાઇન ફ્લૂ અને કોરોના કેસમાં વધારો થયો છે. અકોટા વિસ્તારની વૃદ્ધાનું સ્વાઇન ફલૂથી મોત થયું છે. 67 વર્ષીય વૃદ્ધાને શરદી ખાંસીની ફરિયાદ થતાં ગોત્રી હોસ્પિટલ દાખલ કરાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં 32 વર્ષના યુવાન સહિત સ્વાઇન ફલૂનાં બે નવા દર્દીઓ દાખલ છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ એક વર્ષની બાળકી દાખલ હતી. જયારે SSGમાં સ્વાઇન ફ્લૂનો એક અને કોરોનાના 4 દર્દીઓ દાખલ છે. સ્વાઇન ફલૂ તથા કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગરપાલિકા એકશન મોડમાં આવી છે.

 સાવધાની અને સતર્કતા ખુબ જરૂરી
સ્વાઇન ફ્લૂ એ એક ચેપી રોગ છે, જે છીંક, ખાંસી (ઉધરસ), સ્પર્શ વગેરે દ્વારા ફેલાય છે. તેના વાઈરસ સ્ટીલ, પ્લાસ્ટિકમાં 24થી 48 કલાક, કપડાં અને કાગળમાં આઠથી 12 કલાક, ટિશ્યુ પેપરમાં 15 મિનિટ અને હાથમાં 30 મિનિટ સુધી સક્રિય રહે છે. આ વાઈરસને ખતમ કરવા માટે ડિટરજન્ટ્સ, આલ્કોહોલ, બ્લીચ અથવા સાબુનો ઉપયોગ કરી શકાય છે.

વધુ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીએ 7 અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા, પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે હોસ્ટેલમાં રહેતા હતા

સ્વાઈન ફ્લૂના આ ઉપચાર પણ જાણી લો

  • યુવાનોને તાવ અને શરદીથી બચાવવા માટે પેરાસિટામૉલ આપવામાં આવે છે.
  • 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એસ્પિરિન જેવી દવા ન આપવી જોઈએ.
  • સ્વાઇન ફ્લૂની સારવાર સામાન્ય ફલૂની જેમ જ કરવામાં આવે છે અને ઠંડી, કફ, તાવથી બચવા માટે પેરાસિટામૉલ કે એન્ટિરેટ્રોવાઈરલ જેવી એન્ટિવાઈરલ દવાઓ આપવામાં આવે છે.
  • સ્વાઇન ફ્લૂથી બચવા સલામતીનાં પગલાં અનુસરો. ચેપ લાગવાની શક્યતા હોય એવી જગ્યાએ માસ્ક પહેરવાનું ખાસ યાદ રાખો. સ્વાઇન ફ્લૂ ફેલાયો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ