બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / બોલિવૂડ / રામાયણ ફિલ્મનો રણબીર કપૂરનો લૂક આવ્યો સામે, સેટ પરથી લીક થયા ફોટોઝ

Photos / રામાયણ ફિલ્મનો રણબીર કપૂરનો લૂક આવ્યો સામે, સેટ પરથી લીક થયા ફોટોઝ

Last Updated: 03:40 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ, તો રામાયણનું શૂટિંગ રણબીર કપૂર અને સાંઈ પલ્લવીએ શરૂ કરી દીધું છે, અને ફિલ્મના સેટ પરથી જ શ્રી રામના લૂકમાં રણબીર કપૂર અને માતા સીતાના પાત્રમાં સાંઈ પલ્લવીના ફોટોઝ સામે આવ્યા છે. આ બંને ફોટોઝ ઈન્ટરનેટ પર લીક થવાની સાથે જ આગની જેમ ફેલાઈ રહી છે.

નીતેશ તિવારીની અપકમિંગ ફિલ્મ રાામાયણનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મ બે ભાગમાં બનવાની છે, જેમાં મુખ્ય પાત્ર એટલે કે રામના પાત્રમાં અભિનેતા રણબીર કપૂર અને માં સીતાના પાત્રના સાઉથની એક્ટ્રેસ સાઈ પલ્લવી જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં કેજીએફ સ્ટાર યશ પણ છે, જે રાવણની ભૂમિકામાં દેખાશે. જો કે, અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે રામાયણના પહેલા ભાગમાં યશનો કોઈ રોલ નથી. હાલ, તો રામાયણનું શૂટિંગ રણબીર કપૂર અને સાંઈ પલ્લવીએ શરૂ કરી દીધું છે, અને ફિલ્મના સેટ પરથી જ શ્રી રામના લૂકમાં રણબીર કપૂર અને માતા સીતાના પાત્રમાં સાંઈ પલ્લવીના ફોટોઝ સામે આવ્યા છે. આ બંને ફોટોઝ ઈન્ટરનેટ પર લીક થવાની સાથે જ આગની જેમ ફેલાઈ રહી છે.

રણબીર કપૂર અને સાંઈ પલ્લવીના લૂકના ફોટોઝ મીડિયા હાઉસ ઝૂમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રણબીર કપૂર શ્રી રામ અને સાંઈ પલ્લવી સીતા માતાના રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફોટોઝમાં રણબીર કપૂર અને સાંઈ પલ્લવી એકદમ સરળ અને સરસ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ એકદમ ફટાફટ વાઈરલ થઈ રહ્યા છે. ફેન્સને પણ બંને એક્ટર્સનો લૂક પસંદ આવી રહ્યો છે, અને ઝૂમની પોસ્ટ પર કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.

આ ફોટોઝમાં રણબીર કપૂર અને સાંઈ પલ્લવી શ્રી રામ અને સીતા માંના લૂકમાં એકબીજા સાથે વાતો કરતા દેખાઈ રહ્યા છે. ફોટોઝ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે બંને એક્ટર્સ રોલમાં પરકાયા પ્રવેશ કરી ચૂક્યા છે.

જ્યારથી આ ફિલ્મ અનાઉન્સ થઈ છે, ત્યારથી ચાહકોને આ ફિલ્મની દરેક બાબત જાણવાની ઈંતેજારી થાય છે. એવામાં સામે આવેલા ફોટોઝે ચાહકોની ઉત્કંઠા વધારી દીધી છે. રામાયણ ફિલ્મનું શૂટિંગ 2 એપ્રિલ 2024થી મુંબઈમાં શરૂ થઈ ચૂક્યુ છે. રણબીર કપૂરે આ ફિલ્મનું શૂટિંગ 8 એપ્રિલના રોજથી શરૂ કરી દીધું છે. નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ ઓલરેડી ફ્લોર પર છે. જો કે આ ફિલ્મ 2025માં રિલીઝ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

નિતેશ તિવારીની આ ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર અને સાંઈ પલ્લવીની સાથે સાથે સની દેઓલ હનુમાનજીના પાત્રમાં જોવા મળશે. જ્યારે રાવણના પાત્રમાં સાઉથના સુપરસ્ટાર યશ દેખાશે. આ ઉપરાંત પણ આ ફિલ્મની કાસ્ટ વિશે રોજે રોજ નવી અપડેટ્સ આવી રહી છે. અત્યારે તો એવી પણ ચર્ચા છે કે ફિલ્મના મેકર્સ વોર્નર બ્રધર્સ સાથે પણ આ ફિલ્મ અંગે ચર્ચા કરી રહ્યા છે.

વધુ વાંચો: 'જ્યારે હું કપડાં બદલતી હતી ત્યારે...', કોણ છે કૃષ્ણા મુખર્જી? જેને 'શુભ શગુન'ના નિર્માતા પર મૂક્યા ગંભીર આક્ષેપ

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વોર્નર બ્રધર્સ આ ફિલ્મને લઈને મોટી ડીલ અંગે મીટિંગ કરી રહ્યા છે. એટલે કે વોર્નર બ્રધર્સ જેવું ગ્લોબલ પ્રોડક્શન હાઉસ આ ફિલ્મ સાથે જોડાઈ શકે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફિલ્મ વિતરણની જવાબદારી પણ વોર્નર બ્રધર્સ સંભાળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ